સહકારી બેંકોના ક્લિયરિંગ આજે સતત ત્રીજા દિવસે પણ બંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
- Advertisement -
સહકારી બેંકો સહિત તમામ બેંકોમાં આજે પણ ચેક ક્લિયરિંગની કામગીરી બંધ રહી છે. રાજ્યની 300 સહકારી બેંકના કામકાજ ઠપ થયા છે. આજે સતત ત્રીજા દિવસે સહકારી બેંકોના ક્લિયરિંગ બંધ રહ્યા છે. રાજ્યની તમામ સહકારી બેન્કના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે. સોફ્ટવેરમાં રેન્સમવેર નામનો વાયરસ આઈડેન્ટીફાય થતા આ સમસ્યા સર્જાઈ છે, ત્યારે છઇઈંએ આ સોફ્ટવેરના તમામ ડિજિટલ પેમેન્ટ બંધ કર્યા છે. જેના કારણે 3 દિવસથી સહકારી બેન્કમાં ડિજિટલ પેમેન્ટ થઈ શકતા નથી.
આજે પણ ચેક ક્લિયરિંગની કામગીરી થઈ શકતી નથી. જો કે સોફ્ટવેરમાં જે રેન્સમવેર દેખાયું હતું, તેને ફિક્સ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે હવે ગમે તે સમયે ક્લિયરિંગ શરૂ થઈ શકે છે. જો કે હાલ તો કરોડો રૂપિયાના ક્લિયરિંગ બંધ છે. ઉલ્લેખનીય છે કે 354 જેટલી બેંક ખાનગી કંપનીનું સોફ્ટવેર વાપરે છે. સાથે સાથે અન્ય એક અલગ સોફ્ટવેર છે જે પેમેન્ટ એપ્લિકેશન સાથે જોડાયેલું છે તેમાં રેન્સમ વેર દેખાયું હતું. ત્યારે છઇઈંના ડિજિટલ મોનિટરિંગના કારણે મોટા રેન્સમ વેર અટેકથી બચી શકાયું હાવાનો દાવો કરવામાં આવ્યો છે. RBIએ ફોરેન્સિક ઓડિટ કરાવી રેન્સમ વેર શોધી કાઢ્યું હોવાનો દાવો કર્યો છે.
આ અંગે રાજકોટ જિલ્લા બેંકના એડમિન મેનેજર સંજય ઉધાડે કહ્યું કે, ટેક્નિકલ કારણોસર 3 દિવસથી આ સમસ્યા સર્જાઈ રહી છે. બેંકમાં RTGS સહિતના વ્યવહારમાં મુશ્ર્કેલી થઈ રહી છે. રાજકોટ જિલ્લા બેંકના અંદાજિત 4 લાખ જેટલા ગ્રાહકો છે. આ સમસ્યાને કારણે લાખોના ટ્રાન્સેક્શન પર અસર પડી છે.