કૉંગ્રેસ કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી, APPની FIR દાખલ કરવા માગ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા મોટો રાજકીય ડ્રામા થયો છે. નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારોએ પણ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું. જોકે હવે નિલેશ કુંભાણી સંપર્કવિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલા બેનરો લગાવ્યાં હતાં. નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસને જાણ થતાં જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. કોંગી નેતાએ જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે અઅઙએ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.
નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવું જાણવા મળ્યું છે. નિલેશ કુંભાણીએ ષડ્યંત્ર રચ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તે જોતા હવે કોંગ્રેસમાં તેનો વિરોધ સપાટી પર આવવાનો શરૂ થયો છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમની સરથાણા પોલીસે અટકાયત કરી છે. ફોર્મ ભરવાથી લઈને અત્યારસુધીનો ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે, નિલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે ષડ્યંત્ર રચ્યું હતું. જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. વધુમાં જણાવ્યં હતું કે, નિલેશ કુંભાણીએ 19 લાખ મતદારોનો વિશ્વાસ તોડ્યો છે. કેટલીક ટેક્નિકલ ખામીને કારણે તેમનું ફોર્મ રદ થયાનું કહેવામાં આવી રહ્યું છે.
નિલેશ કુંભાણી ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે
- Advertisement -
સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા આ સીટ પર ભાજપના સુરેશ દલાલ બિન હરીફ જીત થઈ છે. જો કે, નિલેશ કુંભાણી અંતિમ સમયમાં પલટી જતા કોંગ્રેસ મુશ્કેલમાં મુકાઈ હતી. ચર્ચા એવી છે કે, નિલેશ કુંભાણી લાંબા સમયથી બાજપના નેતાના સંપર્કમાં હતો અને પહેલાથી જ પ્લાનિંગ ચાલી રહ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરત લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટફ ફાઇટ હતી. આવા સંજોગમાં આ સીટ ભાજપ માટે મહત્વની હતી. જેથી આ સીટ બિન હરીફ થાય તે માટેનું પ્લાનિંગ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણીએ અંતિમ સમય સુધી કોંગ્રેના નેતાઓને ખ્યાલ પણ આ આવા દીધો કે તે આડકતરી રીતે ભાજપને સપોર્ટ કરી રહ્યા છે. નિલેશ કુંભાણી ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.