વિદ્યાર્થીઓએ ડ્રોન, ટેલિસ્કોપ, રોબોટની રચનાની કામગીરીની માહિતી આપી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખાતેની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં સરકારનાં પ્રકલ્પ અને કોલેજના ઇનોવેશન કલબના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જેમાં 55 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ વિવિધ ઉપકરણોના ઉપયોગ વિશે માહિતગાર થયા હતા.
તેમના ટ્રેનર તરીકે ગાંધીનગરથી મનુંસિંહ ઉપસ્થિત રહ્યા હતાં.
જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ભણતા ગ્રામીણ કક્ષાના કોઠાસુજ ધરાવતા વિદ્યાર્થીઓએ ડ્રોન વિશે, ટેલિસ્કોપ,ઇલેક્ટ્રિક અને ઈલેકટ્રોનિકસ ગેજેટ વિશે, રોબોટની રચનાની કામગીરી વિશે વિગતવાર થીયરીકલ અને ખાસ તો પ્રેક્ટીકલ અનુભવ સાથે શીખ્યા હતા. આ માટે કિંમતી અને અગત્યની સાધન કીટ ઉચ્ચ શિક્ષણ તરફથી કોલેજને આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સહ કોઓર્ડીનેટર તરીકે રતિલાલ કાલરીયા અને ડો.રાજીવ ડાંગર એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો.પી.વી.બારસીયાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.