મુંબઈમાં રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે મોટી દુર્ઘટના
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.07
કેટલાક મીડિયા અહેવાલ અનુસાર, ગુરુવારે સાંજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલ્વે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે એક મોટી દુર્ઘટના ઘટી છે. લોકલ ટ્રેન સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી ત્યારે ચાર મુસાફરો પાટા પર ચાલી રહ્યા હતા ત્યારે એક ટ્રેન તેમને ટક્કર મારી દીધી. આ અકસ્માત સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પાસે થયો હતો. અહેવાલો અનુસાર રેલવે કર્મચારીઓએ ગુરુવારે સાંજે લગભગ 5:50થી 6:45 વાગ્યા સુધી ઈજખઝ સ્ટેશન પર કામ બંધ કરી દીધું હતું અને હડતાળ પાડી હતી. આ વિરોધ મુમ્બ્રા દુર્ઘટનામાં બે એન્જિનિયરો સામે નોંધાયેલી CSMT સામે હતો. રેલવે યુનિયનો નેશનલ રેલવે મઝદૂર યુનિયન અને સેન્ટ્રલ રેલ્વે મઝદૂર યુનિયને આ કાર્યવાહીને અન્યાયી અને મનસ્વી ગણાવી હતી. કર્મચારીઓના વિરોધને કારણે મુંબઈની સૌથી વ્યસ્ત લોકલ ટ્રેન સેવાઓ લગભગ એક કલાક સુધી ખોરવાઈ ગઈ હતી. સેવાઓ ખોરવાઈ જવાને કારણે હજારો મુસાફરો ઈજખઝ ખાતે ફસાયા હતા. ઘણા લોકો સ્ટેશન પરિસરમાં ભીડમાં હતા, જ્યારે કેટલાક લોકો પાટા પર ચાલવા લાગ્યા હતા.
- Advertisement -
મુસાફરો સેન્ડહર્સ્ટ રોડ નજીક રેલ્વે ટ્રેક પર ચાલી રહ્યા હતા ત્યારે એક ઝડપી ગતિએ આવતી ટ્રેન તેમને ટક્કર મારી. ઘટનાસ્થળે હાજર અન્ય મુસાફરોએ તાત્કાલિક પોલીસ અને રેલ્વે અધિકારીઓને જાણ કરી.



