સિરોહી-બારમેર-જાલોરમાં ભારે વરસાદ, 6 જિલ્લામાં હજુ પણ જોખમ; 5 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં ચક્રવાત બિપરજોયની અસર જોવા મળી રહી છે. શનિવારે સવારથી બાડમેર, સિરોહી, ઉદયપુર, જાલોર, જોધપુર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન એની સૌથી વધુ અસર જાલોર, સિરોહી અને બાડમેરમાં જોવા મળી હતી. આ જિલ્લાઓ 4થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે.
- Advertisement -
હવામાન વિભાગે બાડમેર, જાલોર, સિરોહી અને પાલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એ જ સમયે રેલવેએ બાડમેરથી પસાર થતી 14 ટ્રેન રદ કરી છે. એવી જ રીતે ઉદયપુરથી દિલ્હી અને મુંબઈની બે ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા બાડમેરના બખાસર, સેડવા ચૌહાતાન, રામસર, ધોરીમનાં ગામોના પાંચ હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. બિપરજોયની અસરને કારણે રાજસ્થાનના 80 ટકા વિસ્તારમાં શુક્રવાર સવારથી વાદળછાયું વાતાવરણ છે.
આ સિસ્ટમને કારણે ગઈકાલે રાત્રે ચુરુના બિડાસરમાં 76 ખખ (3 ઈંચ) વરસાદ પડ્યો હતો. સિરોહીના ઘણા વિસ્તારોમાં 62 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ બાડમેરના સેંદવા વિસ્તારમાં નોંધાયો હતો. આ ઉપરાંત ગત રાતથી અત્યારસુધીમાં સિરોહીમાં 27 ખખ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. એવી જ રીતે જોધપુર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, અજમેર, ભીલવાડા, બિકાનેર, જેસલમેર, ટોંક, રાજસમંદ સહિતના અન્ય જિલ્લાઓમાં પણ 1થી 30 મિમી સુધીનો વરસાદ નોંધાયો હતો.
ચક્રવાતી તોફાનની અસરને કારણે શુક્રવારે બાડમેરમાં મુશળધાર વરસાદ થયો હતો. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં. જાલોર જિલ્લાના સાંચોરમાં રાતથી જ વરસાદ ચાલુ રહ્યો હતો. ગત રાત્રિથી અહીંનાં અનેક ગામોમાં વીજળી નથી. અહીં પથમેડામાં 50 હજાર ગાયો માટેના ઘાસચારાને લઈને સંકટ સર્જાયું છે. આ ચક્રવાતને કારણે બસ અને રેલસેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
- Advertisement -
જ્યારે ડુંગરપુરના નાયગામા ગામમાં મોડી રાત્રે જોરદાર પવન અને વરસાદ પડ્યો હતો. જોરદાર પવનને કારણે 500 વર્ષ જૂનું આંબાનું ઝાડ ઊખડીને ગામના મુખ્ય માર્ગ પર પડ્યું હતું, જેને શનિવારે સવારે ગ્રામજનો દ્વારા જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યો હતો. ફોટો જાલોર જિલ્લાના સાંચોરનો છે. અહીં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે એક ઝાડ પડી ગયું હતું.
વાવાઝોડું આજે રાજસ્થાન પહોંચ્યું, ડીપ ડિપ્રેશનમાં પ્રવેશ્યું
ચક્રવાત બિપરજોય શુક્રવારે રાત્રે રાજસ્થાન પહોંચ્યું હતું. એની ઝડપ ઘટી છે. એની અસર રાજ્યમાં રવિવાર સુધી રહેશે. વાવાઝોડાની અસરને કારણે એમપી, યુપી અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ પહેલાં શુક્રવારે પશ્ચિમ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જાલોર, બાડમેર, જોધપુરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વિવિધ સ્થળોએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયાં હતાં.