ખાસ-ખબર સંવાદદાતા
શ્રીલંકામાં ગત 12 અઠવાડિયાથી સરકાર વિરુદ્ધ દેખાવ જારી છે. મોંઘવારી, બેરોજગારી અને ઈંધણની અછતથી લોકો કંટાળ્યા છે. કોલંબોના રિક્ષાચાલક થુશાન પરેરાએ આશરે 5 અઠવાડિયાથી તેમના ત્રણ બાળકોને બે ટાઈમનું ભોજન આપ્યું નથી. તેમનો પરિવાર બિસ્કિટના એક પેકેટ પર નિર્ભર છે જેની કિંમત 130 શ્રીલંકન રૂપિયા(ભારતીય ચલણમાં 30 રૂ.) થઈ ચૂકી છે.
અમારા બાળકો બપોરના 12 વાગ્યા સુધી સૂતા રહે કે જેથી તેમને સવારનો નાસ્તો ન આપવો પડે. બે દિવસ લાઈનમાં ઊભા રહીએ ત્યારે 5 લીટર પેટ્રોલ મળે છે. સરકારે તો કહી દીધું છે કે 22 જુલાઈ સુધી ફ્યૂઅલ નહીં આવે. 103 રૂ. લિટરવાળું પેટ્રોલ બ્લેકમાં 550 રૂ.માં વેચાઈ રહ્યું છે.