અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે નાસભાગ મચી ગઈ અને લોકો ઘાયલ થયા, જયારે એક મહિલાનું મોત થયું છે.
પુષ્પાના પ્રીમિયરમાં નાસભાગ, મહિલાનું મોત
- Advertisement -
બુધવારે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં સ્ક્રીનિંગ માટે ગયા હતા. એવામાં સ્થિતિમાં થિયેટરની બહાર એકઠા થયેલા લોકોમાં પુષ્પાને જોવા માટે એવી હોબાળો મચી ગયો. અભિનેતાની એક ઝલક મેળવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું, જ્યારે તેમનો પુત્ર હજુ પણ બેભાન અવસ્થામાં છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેણે બધાને ચોંકાવી દીધા.
એક બાળક બેહોશ થઈ ગયું
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુષ્પા 2 ના પ્રીમિયરમાં આવેલ એક બાળક નાસભાગમાં બેહોશ થઈ ગયો. તેને ખોળામાં લઈ જઈ રહેલા તેના પરિવારના સભ્યો ખૂબ જ વ્યથિત દેખાય છે અને પોલીસ પણ તેમની મદદ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકો છો કે બાળકના પરિવારના સભ્યો તેને CPR આપતા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને તેના વિશે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.