એક રાતમાં લાખોની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
શિયાળાની શરૂઆત સાથે જ તસ્કરો પણ એક્ટિવ થયા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો દ્વારા એક બાદ એક ચોરીના પ્રકારનો બહાર આવ્યા છે જેમાં ફરી એક વખત પીપળા ગામે તસ્કરો દ્વારા એક જ રાતમાં બે દુકાનો અને બે મકાનીના તાળા તોડ્યા હતા. જેમાં પીપળા ગામે ઠંડાપીણા અને પાન મસાલાની દુકાનમાં હાથફેરો કર્યા બાદ મકાનોને પણ છોડ્યા નથી જેમાં બે મકાનોમાં પણ ખાતે પાડી કુલ લાખોની મત્તા ચોરી કરી ગયા હતા આ તરફ પીપળા ગામે બે દુકાન અને બે મકાનોમાં ચોરીની ઘટનાને લઈને પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના વધતા જતા તસ્કરોના તરખાટથી ગ્રામજનોએ પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરવાની માંગ કરી છે.