જુનિયર ક્લાર્ક, એડવોકેટ અને વેપારીના ખિસ્સા કપાણા
તમે રાજકોટ બસસ્ટેન્ડ પરથી મુસાફરી કરી રહ્યા છો તો તમારા ખિસ્સાનું ધ્યાન રાખજો: ચિતલના વેપારી અને રાજકોટના એડવોકેટના રોકડ તેમજ બાબરાના ક્લાર્કના મોબાઇલની ચોરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જો તમે રાજકોટ એસટી બસપોર્ટ પરથી મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમે તમારા ખિસ્સાનું ખાસ ધ્યાન રાખજો કેમ કે, રામ ભરોસે રહેલ બસપોર્ટ પર ગઠિયાઓ સક્રિય થઈ ને ફરી રહ્યા છે અને ચોરીને અંજામ આપી રહ્યા છે. થોડાં દિવસ પેહલાં બસમાં ચડી રહેલાં મુસાફરને બેગમાંથી તફડંચી કરનાર ગઠિયો સીસીટીવીમાં કેદ થયો હતો અને તેને પોલીસે દબોચી લીધો હતો. જો કે, બસપોર્ટમાં રામરાજને લીધે અનેક ગઠિયાઓ સક્રિય1હોવાથી વધું ત્રણ મુસાફરના ખિસ્સા કપાયાના બનાવો સામે આવ્યા છે. જેમાં અમરેલીના ચિતલમાં રહેતાં અશોકભાઈ મૂળચંદભાઈ નિર્મળ (ઉ.વ.62) નામના વેપારી વ્યાવસાયિક ખરીદી માટે રાજકોટ આવ્યા હતાં.
બાદમાં તેઓ ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરે પરત જવા બસપોર્ટ પરના પ્લેટફોર્મ નં.14 પરથી બસમાં ચડતાં હતાં ત્યારે અજાણ્યાં શખ્સે તેમનું ખિસ્સું કાપી તેમાંથી રોકડ બે હજાર, આધારકાર્ડ, લાઇનન્સ સહિતના મુદામાલની ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બાબરના દાનેવનગર પોલીસ લાઈનમાં રહેતાં અને બાબરા આરોગ્ય કેન્દ્રમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં અક્ષયકુમાર પ્રકાશભાઈ ગોહેલ (ઉ.વ.31) ગઈ તા.4 ના બપોરના સમયે રાજકોટથી બાબરા જવા માટે બસપોર્ટ પર હતાં ત્યારે તેના ખિસ્સામાં રહેલ મોબાઈલ ફોનની અજાણ્યો શખ્સ નજર ચૂકવી તફડંચી કરી નાસી છૂટ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તેમજ, રાજકોટના ઓમ નગરમાં આવેલ પટેલ નગર શેરી નં.6 માં રહેતાં અને વકીલાતની પ્રેક્ટિસ કરતાં હેમેન્દ્રભાઈ સુરેશભાઈ જોષી (ઉ.વ.40) ગઈકાલે તેઓને કાલાવડ કોર્ટના કામે જવું હોય તેના માટે તેઓ તેમના મિત્ર એડવોકેટ નિકુંજભાઈ ગણાત્રા સાથે બપોરના સમયે બસપોર્ટ પર પ્લેટફોર્મ નં.13 થી બસમાં ચડતી વખતે તેના ખિસ્સામાંથી અજાણ્યાં શખ્સે રોકડ રૂપિયા સાત હજાર અને વકીલાતનું આઈકાર્ડ સહિતની વસ્તુ ભરેલ પાકીટ સેરવી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -