ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માળીયા હાઇવે ઉપર ગઈકાલે ગેસના બાટલા ભરેલા ટ્રકને જોખમી રીતે ચલાવતા ટ્રકચાલકનો વીડિયો વાયરલ થયા બાદ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રક નંબરને આધારે આ ટ્રકચાલકને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ગેસ ભરેલ ટ્રકને સર્પાકારે ચલાવી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાઈ તેવા રફ ડ્રાઇવિંગ અંગેનો વીડિયો વાયરલ થતા મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક નંબરના આધારે મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠળ ગામના વતની અને હાલમાં રાજકોટ ભગવતીપરામાં રહેતા ટ્રક ચાલક અનિલ બીજલભાઈ બરબસિયા નામના આરોપીને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.