ડિવાઈડર પરના બે વીજપોલ ધરાશાયી થયા, વાહનચાલકો માટે જોખમ સર્જાયું: RMC દ્વારા કાર્યવાહી માટે માંગ
રાજકોટના કાલાવડ રોડ હાઇવે પર આજે ડિવાઈડર પર ઊભેલા બે વીજપોલ અચાનક ધરાશાયી થતા ભીષણ ટ્રાફિકજામ સર્જાયો છે. વીજપોલ રસ્તા વચ્ચે પડતા વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઉભું થયું છે. પ્રમાણભૂત સુરક્ષા ન હોવાના કારણે આવા બનાવો વારંવાર બનતાં હોવાની લોકોમાં ફરિયાદ છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા રસ્તા પરથી તત્કાળ પોલ દૂર કરવા તેમજ સુરક્ષા માટે પગલાં લેવા રાજકોટ મહાનગરપાલિકા (છખઈ)ને રજૂઆત કરાઈ છે.