વેરાવળમાં તંત્રનો ભોગ સામાન્ય રાહદારીઓ બની રહ્યાં છે
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં છેલ્લા આઠેક દિવસથી ધમધમતા એસટી રોડ પર ભૂગર્ભ ગટર સહિત વિવિધ લાઈનના કામ ચાલી રહ્યા છે.ત્યારે એક વખત ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ ફરી ખાડા ખોદવામાં આવ્યા હતા અને અન્ય લાઈન નાખવાનું કામ કરવામાં આવી રહ્યા છે.ત્યારે જ્યાં જ્યાં કામ પૂર્ણ થયું છે તે રોડ પર લેવલ કર્યા વગર જ ખાડા બુરાતા એસટી ડેપોમાં પ્રવેશ કરતી તમામ બસ,રાહદારીઓ સહિતનાઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે.ત્યારે સાંજે તેનો ભોગ એક કારચાલક બન્યો હતો.એસટી ડેપોમાંથી બહાર નીકળતી વેળાએ આ કાર ખાડામાં ખૂપી જતાં ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા.