ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના પીપળી રોડ પર મોટી સંખ્યામાં સિરામિક એકમો કાર્યરત હોવાથી નાના મોટા વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. હાલ વરસાદને પગલે રોડ સાવ તૂટી ગયો છે. મોટા ખાડાઓ રસ્તા પર જોવા મળે છે જેમાં શુક્રવારે રીક્ષા પલટી મારી ગઈ હતી જેના પગલે રોડ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયો હતો. રોડ એટલી હદે તૂટી ગયો છે કે અહીંથી વાહન લઈને પસાર થવું એટલે માથાના દુખાવા સમાન બની ગયું છે. આ રોડ પર મસમોટા ખાડાથી વાહનચાલકો દરરોજ અસહ્ય પીડાનો અનુભવ કરી રહ્યા છે, એટલું જ નહીં થોડા દિવસો પૂર્વે જ ગ્રામજનો અને ઉદ્યોગપતિઓએ વિશાળ રેલી યોજી આવેદન આપ્યું હતું અને રોડ ફોર ટ્રેક બનાવવા માટે 118 કરોડના ખર્ચે મંજુરી આપી દેવામાં આવી છે પરંતુ રોડનું કામ હજુ શરૂ થયું નથી ત્યારે રોડનું કામ ક્યારે શરુ કરાશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે..