મકર સંક્રાતિએ વડાપ્રધાન નિવાસે ગાયોને ઘાસચારો ખવડાવવા ઉપરાંત પોંગલ તહેવારની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી એલ.મુરૂગનના નિવાસે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પરંપરાગત લુંગીમાં વડાપ્રધાને ગાયની પૂજા-અર્ચના કરી હતી. ગાયોને હાર પહેરાવીને અન્ન ખવડાવ્યું હતું.
Attended very special Pongal programme in Delhi. I convey my best wishes for this festival, which is marked globally with great enthusiasm. pic.twitter.com/ASxpykGGlL
- Advertisement -
— Narendra Modi (@narendramodi) January 14, 2024
આ તકે તેઓએ કહ્યું કે, પોંગલ ‘એક ભારતીય શ્રેષ્ઠ ભારત’ની રાષ્ટ્રીય ભાવનાને દર્શાવે છે.આ જ ભાવનાત્મક જોડાણ કાશી-તામીલ સંગમમ તથા સૌરાષ્ટ્ર-તામીલ સંગમમમાં પણ જોવા મળ્યુ હતું.તામીલનાડુના દરેક ઘરમાં આ ઉત્સવનો ઉત્સાહ છે.તેઓએ તમામ લોકોનાં જીવનમાં ખુશી-સમૃધ્ધિની કામના વ્યકત કરી હતી.
- Advertisement -
Here are some glimpses from today’s Pongal programme in Delhi. pic.twitter.com/nqHiN0ZhYL
— Narendra Modi (@narendramodi) January 14, 2024
વડાપ્રધાન ચાલુ સપ્તાહમાં જ કેરળ તથા આંધ્રપ્રદેશનાં પ્રવાસે જવાના છે.પખવાડીયામાં તેમનો દક્ષિણ ભારતનો આ બીજો પ્રવાસ છે.લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘મીશન સાઉથ’ના ભાગરૂપે આ પ્રવાસ હોવાનું પણ મનાય છે.