નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને નિર્ણય: બે સ્ટોલ વચ્ચે 15 મીટરનું અંતર, અગ્નિશામક સાધનો ફરજિયાત
ચોટીલા સબ ડિવિઝનમાં ફટાકડાંના લાયસન્સ માટેની બેઠક યોજાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાઓમાં હંગામી ધોરણે ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટે પરવાના ઇસ્યુ કરવા અંગે નાયબ કલેકટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વેપારીઓને સુરક્ષાના સખ્ત નિયમોનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. સૂચનાઓ મુજબ, વેચાણ માટે ફરજિયાત લાયસન્સ અને બે સ્ટોલ વચ્ચે ઓછામાં ઓછું 15 મીટરનું અંતર જાળવવું પડશે. રહેણાંકના મકાન ઉપર દુકાન નહીં રાખવા સ્પષ્ટ જણાવાયું છે.
આ ઉપરાંત, દુકાન પર 1000 લિટરની પાણીની ટાંકી અને ઇઈંજ માન્ય ઈઘ2/અઇઈ પ્રકારના અગ્નિશામક બોટલો હોવા જરૂરી છે. દુકાનમાં ખુલ્લી જ્યોત, બીડી, સિગારેટ જેવી વસ્તુઓ પર પ્રતિબંધનું બોર્ડ લગાવવા અને એક્સપ્લોઝિવ રૂલ્સ 2008 મુજબ જ વેચાણ કરવા સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં ત્રણેય તાલુકાના મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર અને મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.