ચોટીલા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બિલ વિનાના દાગીના કબજે કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
ચોટીલા નજીક વાહન ચેકીંગ દરમ્યાન પોણા ત્રણ કરોડના શંકાસ્પદ સોનાના માલ સાથે પોલીસે રાજકોટના 150 ફુટ રોડ પર રહેતા સોની શખ્સને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે 7 બોકસમાંથી 4100 ગ્રામ સોનાના દાગીના કબ્જે કરીને પોલીસે સઘન પુછપરછ શરૂ કરી છે.
પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં સઘન વાહન ચેકિંગ કરવાની સૂચના અન્વયે ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.બી.વલવી અને સ્ટાફ વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર રૂષીકેશ એકજોટીકામાં રહેતા સંજયભાઈ જગજીવનભાઇ મદાણી સોની બસમાંથી થેલા સાથે ઉતરતા શંકાસ્પદ જણાતા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછતા પોતાના થેલામાં સોનાના દાગીના હોવાનું જણાવેલ હતું તે સોનાના દાગીનાનું કોઇ બીલ પોતાની પાસે નહી હોવાનું જણાવેલ સોનાના દાગીના ભરેલ બોક્ષ નંગ-07 જેનો કુલ વજન 411.910 ગ્રામ કિ.રૂ.2,75,51,376નો મુદ્દામાલ હોય જે બાબતે શખ્સ કોઇ આધાર પુરાવા રજુ ન કરતા તમામ મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ-102 મુજબ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.