અંદાજે 1100 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા થોડા સમયથી ગેરકાયદે બાંધકામ પર તંત્ર દ્વારા ઘોંસ બોલાવવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈશમો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. નાયબ મ્યુનિસિપલ કમિશ્નર એચ. આર. પટેલની સૂચના અનુસાર તથા એડી. સીટી એન્જીનીયર એ.એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તા.09/04/2025ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમા રુદ્ર રેસીડેન્સીની સામે તથા જંક્શન પ્લોટ વિસ્તારમા સિંધી કોલોનીરહેણાંકમા ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે 1100ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્ર.નગર પો.સ્ટે નો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.