જિલ્લા કલેકટર દ્વારા આગામી સમયમાં ગુજરાત એસ.ટી.ને બસ સ્ટેશન બનાવવા જમીન ફાળવાશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.28
વેરાવળ શહેરના પ્રભાસ પાટણ ખાતે વેરાવળ થી કોડિનાર તરફ જતાં નેશનલ હાઈવે રોડને અડીને આવેલ સરકારી સર્વે નંબર-831 વાળી જમીન આગામી સમયમાં આધુનિક બસ સ્ટેશન બનાવવા માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને ફાળવવામાં આવશે.
- Advertisement -
ગઈકાલે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદર, વેરાવળ(શહેર) દ્વારા આ જમીન પરના આશરે 4000 ચો.મી. વિસ્તારમાં આવેલાં અનધિકૃત દબાણો જરૂરી પોલીસ બંદોબસ્ત રાખીને ખુલ્લા કરવામાં આવ્યાં હતાં. આ જમીનની હાલની બજાર કિંમત આશરે રૂ.3.80 કરોડ જેટલી થાય છે. વધુમાં, આ પ્રસ્તાવિત બસ સ્ટેશનની જગ્યા સોમનાથ રેલવે સ્ટેશનની બાજુમાં જ શંખ સર્કલ પાસે આવેલ છે. આ આધુનિક બસ સ્ટેશન બનવાથી સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે.



