સેવન્થ ડે સ્કૂલમાં સગીર વયના વિધાર્થી પર છરી વડે હુમલાનો બનાવ આવ્યો સામે
વેરાવળ, પ્રભાસ પાટણ અને તાલાલા સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.23
અમદાવામાં સિંધી સમાજના નયન સંતાણી નામના વિધાર્થી પર થયેલ હુમલાના બનાવમાં વેરાવળ, તાલાલા, પ્રભાસ પાટણ સિંધી સમાજ તેમજ બજરંગ દળ, ચેમ્બર ઓફ કોમર્સ, વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંત અધિકારી વેરાવળની આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
અમદાવાદ ખોખરા મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના સગીર વયના નયન સંતાણી નામના યુવાન પર થોડાક દિવસો અગાઉ અન્ય વિધાર્થીએ ઘાતકી હુમલો કરી મૃત્યુ નિપજાવ્યાનો હિચકારો બનાવ સામે આવ્યો છે.જેના ઉપલક્ષમાં વેરાવળ પ્રાંત અધિકારી ને વેરાવળ, તાલાલા અને પ્રભાસ પાટણ સમસ્ત સિંધી સમાજ, વિષ્વ હીન્દુ પરિષદ, બજરંગદલ, ચેમ્બર ઓફ કોમર્સ તાલાલા દ્વારા આવેદન પત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.સાથોસાથ આવેદન પત્રમાં જણાવાયું છે કે આવા તેજસ્વી વિધાર્થી જેની ઉંમર 15 વર્ષ હતી તેના વાલીની શું હાલત હશે તે આપણે શબ્દો મા વર્ણન કરી શકાય નહીં માટે તે વાલી ને ન્યાય માટે ગુનેગાર વિધાર્થી તથા તેની સાથે સંકળાયેલા બધા વયક્તિઓ સામે કાયદાકીય કડક પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
સ્કુલનું લાયસન્સ કેન્સલ કરવામાં આવે – રમેશ આહુજા
- Advertisement -
તંત્ર આ બાબતે કડકમાં કડક પગલાં લે જેથી આગામી દિવસોમાં આવી કોઈ પણ ઘટના ન બને ઉપરાંત આ સ્કુલનું લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ. – રમેશ આહુજા ( પ્રમુખ – જનરલ સિંધી સમાજ – વેરાવળ )
કસૂરવાર છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ – અશોકભાઈ જીવાણી
અમદાવાદમાં જે ઘટના બની છે તેમાં જે કસૂરવાર છે તેને કડકમાં કડક સજા મળે અને સરકાર પણ આ બાબતે ધ્યાન આપીને વહેલી તકે કાર્યવાહી કરે તેવી સમસ્ત સમાજ વતી અમારી માંગ છે તેમજ આ બાબતે વહેલી તકે ન્યાય મળે તે માગે અમોએ આવેદનપત્ર પાઠવેલ છે. – અશોકભાઈ જીવાણી ( અગ્રણી – સિંધી સમાજ )