ભારતીય મુદ્રા રૂપિયાનો હાલમાં કપરો કાળ ચાલી રહ્યો છે. રૂપિયાની વૈલ્યૂ છેલ્લા કેટલાક સમય દરમિયાન ખૂબ નીચે ગઈ છે.
ભારતીય મુદ્રા રૂપિયાનો હાલમાં કપરો કાળ ચાલી રહ્યો છે. રૂપિયાની વૈલ્યૂ છેલ્લા કેટલાક સમય દરમિયાન ખૂબ નીચે ગઈ છે. રૂપિયો સતત એક બાદ એક નિચલા સ્તરે પડી રહ્યો છે. મંગળવારે શેર બજારમાં ધબડકાની વચ્ચે નવા રેકોર્ડ સ્તરે રૂપિયો નીચે આવ્યો છે. રિઝર્વ બેંકના હાલના પ્રયાસો બાદ રૂપિયા કંટ્રોલમાં નથી અને મંગળવારે શરૂઆતી બિઝનેસમાં તે ડોલરની સામે પહેલી વાર 80ની નીચે ગયો છે.
- Advertisement -
આ વર્ષે અત્યાર સુધીમાં આટલી ધોબી પછડાટ આવી
ઈંટરબેંક ફોરેક્સ એક્સચેંજના બિઝનેસમાં રૂપિયાની શરૂઆતમાં જ પ઼ડીને ડોલરની સરખામણીમાં 80થી નીચે ખુલ્યો. રૂપિયા માટે 80ના લેવલ સાઈકોલોજિકલ સપોર્ટ માનવામાં આવી રહ્યું છે. કેટલાય દિવસોમાં એવું લાગી રહ્યું હતું કે, રૂપિયાનું આ લેવલને તોડીને નવો રેકોર્ડ બનાવી શકે છે. આંકડા પર નજર કરીએ તો, આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો લગભગ 7 ટકા નબળો થયો છે. આજે શરૂઆતી બિઝનેસમાં ડોલરની સરખામણીમાં 80.0175 પર બિઝનેસ કરી રહ્યો હતો. આ અગાઉ સોમવારે ડોલરની સરખામણીમાં રૂપિયો 79.9775 પર બંધ થયો હતો.
8 વર્ષમાં 25 ટકા નીચે આવ્યો રૂપિયો
રૂપિયાની વૈલ્યૂ ડોલરની સરખામણીએ સતત ઓછી થઈ રહી છે. હાલમાં મુખ્ય મુદ્રાઓના બાસ્કેટમાં ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને બીજી બાજૂ રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. લગભગ બે દાયકા બાદ ડોલર અને યુરોની વૈલ્યૂ બરાબર થઈ ચુકી છે. જ્યારે યુરો સતત ડોલરની ઉપર રહેતો આવ્યો છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો, ડિસેમ્બર 2014થી અત્યાર સુધીામં ડોલરની સરખામણીમાં 25 ટકા રૂપિયો નબળો થયો છે. રૂપિયા વર્ષ ભર પહેલા 74.54ના સ્તર પર હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે, રૂપિયામાં હાલમાં નીચે આવ્યો તેની પાછળ ક્રૂડ ઓયલની કિંમતોમાં આવેલો ઉછાળો અને રશિયા-યુક્રેન યુદ્ધ છે.
- Advertisement -
રશિયા અને યુક્રેન યુદ્ધની રૂપિયા પર અસર
સોમવારે શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં રૂપિયો તૂટવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ સંબંધમાં પૂછવામા આવેલા એક લેખિત પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ડિયન કરંસી તૂટવાના કારણો બતાવ્યા હતા. તેમણે કહ્યુ કે, રૂપિયામાં ધોબીપછડાટ માટે વૈશ્વિક કારણ રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓયલની કિંમતોમાં ઉછાળો જવાબદાર છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી જવાબદાર
નિર્મલા સીતારમણે શેર બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરવામાં આવતી જોરદાર વેચવાલીને પણ રૂપિયાના ધબડકા માટે જવાબદાર ગણાવ્યો છે. વિદેશી રોકાણકારો નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 14 અબજ ડોલર ઉપાડ્યા છે.