પુર્વ વડાપ્રધાનની મુશ્કેલી વધી: હવે પત્ની પણ જેલમાં જશે: ગમે ત્યારે સરેન્ડર કરે તેવા સંકેત: હજુ બે દિવસ પહેલા જ સરકારી રહસ્યો લીક કરવાના કેસમાં 10 વર્ષની સજા બાદ વધુ એક ચુકાદો
પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનને વધુ એક આંચકો લાગ્યો છે. તૌશાખાના કેસમાં ઈમરાનખાન અને તેમના પત્ની બુશારાને 14 વર્ષની આકરી જેલની સજા ફટકારવામાં આવી છે. હજુ ગઈકાલે જ ઈમરાનખાન અને તેમની સરકારના વિદેશમંત્રીને સરકારી રહસ્ય લીક કરવા બદલ 10 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી અને તેમાં હજુ ઈમરાનખાને અપીલ કરવાની તૈયારી કરી હતી ત્યાં જ તેમને વધુ એક કેસમાં આકરી કેદની સજા ફટકારાતા હવે તેમને આગામી સમયમાં ચુંટણી લડવાનું મુશ્કેલ બની ગયું છે.
- Advertisement -
ઈમરાનખાન હાલ જેલમાં જ છે અને તેમના પત્ની બુશારાબીબી ગમે તે સમયે અદાલતના શરણે જેલમાં સરન્ડર કરી શકે છે. ઈમરાનખાન જયારે પાકિસ્તાનના વડાપ્રધાન હતા તે સમયે અંદાજે 14 કરોડ રૂપિયાની વિદેશી ભેટો તેમને મળી હતી તેમાં અનેક તેઓએ અંગત ઉપયોગમાં રાખી લીધી હતી. ખાસ કરીને રૂા.9 કરોડની સાત અતિ મોંઘી ઘડીયાળો તેઓ પોતાના અંગત ઉપયોગ માટે રાખી હતી.
આ ઉપરાંત બુશારાબીબીએ પણ ઈમરાનને મળેલી ભેટોનો અંગત ઉપયોગ કર્યો હતો જે અંગે અગાઉ એક કેસમાં તેમને ત્રણ વર્ષની જેલસજા થઈ હતી અને વધુ એક કેસમાં હવે 14 વર્ષની જેલ સજા થતા પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન માટે મુશ્કેલી વધી ગઈ છે. 2022માં તેમને વડાપ્રધાન પદેથી દુર કરાયા બાદ એક બાદ એક કેસમાં તેમની સામેની કાર્યવાહી આગળ વધી રહી છે.


