ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ મહાનગર પાલિકા એક તરફ મસ મોટા દાવા કરે છે કે, શહેરના રાજમાર્ગો પર ઘાસચારો વેચવો નહિ અને પોતાના પશુને રસ્તા પર છોડી મુકવા મહી પણ ચોમાસુ શરુ થતા રખડતા ઢોર રોડ ઉપર અડિંગો જમાવીને બેઠા હોઈ તેવા અનેક જગ્યાએ દ્રશ્યો સામે જોવા મળે છે.
શહેરમાં ખોદકામના લીધે ઠેર ઠેર ખાડારાજ જોવા મળે પણ તેની સાથે રખડતા ઢોર પણ રોડ પર જોવા મળે છે. જેના લીધે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે. અને અકસ્માત થવાની ભીતિ સેવી રહ્યા છે. મનપા દ્વારા રસ્તા પર રખડતા પશુને પકડી મનપા સંચાલિત ગૌશાળામાં મૂકી તો આવે છે. છતાં હજુ રોડ પર પશુ અડિંગો જમાવીને બેઠા હોઈ તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે શહેરીજનો આવા રખડતા ઢોરને વેહલીતકે પકડી પાંજરાપોળમાં મૂકી આવે તેવી માંગ ઉઠી છે.