રાજકોટના જંગલેશ્ર્વરમાં હડકાયા કૂતરાં બાદ રખડતાં ઢોરનો ત્રાસ
મનપાનો પશુઓ સામે કડક કાયદો માત્ર કાગળ પર જ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જંગલેશ્વરમાં એકાદ માસ પૂર્વે શ્રમિક પરિવારની માસૂમ દીકરીને છ જેટલા હડકાયા કુતરાએ ફાડી ખાધી હતી આ ઘટના હજુ તાજી જ છે ત્યાં હવે આ વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ સામે આવ્યો છે જેમાં ટ્યુશનમાથી ઘરે જતા 5 વર્ષના બાળકને બે ગાયએ ઢીકે ચડાવતા માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના જંગલેશ્વરમાં રહેતો 5 વર્ષીય આર્યન ગિરીશભાઈ ધામેચા ગત રાત્રે આંઠ વાગ્યે ટ્યુશનમાથી છૂટી ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં બે ગાય બાખડતી હોય આ બાળક હડફેટે ચડી ગયો હતો અને ઢીક મારતા બાળકને મોઢા ઉપર કપાળના ભાગએ અને માથામાં ઇજા થઈ હતી એક મહિલા જોઇ જતા તેણે બચાવી બનાવ અંગે માતાને જાણ કરી હતી અને રળતા બાળકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો માતા આરતીબેન ગિરીશભાઈ ધામેચાએ જણાવ્યું હતું કે તેના પતિનું અવસાન થઈ ગયું છે પોતે ત્રણેક માસથી આ વિસ્તારમાં રહે છે આ વિસ્તારમાં અગાઉ કુતરાઓએ એક બાળકીને ફાડી ખાધી હતી અને હજુ પણ કુતરાઓનો ત્રાસ યથાવત છે ત્યારે તંત્ર દ્વારા હડકાયા કુતરા અને આવા રખડતાં ઢોરને પકડવાની કાર્યવાહી કરવી જોઈએ જેથી અન્ય કોઈ પરિવારના બાળકો સાથે આ પ્રકારનો બનાવ ન બને.