રિક્ષા ચાલકોની દાદાગીરી, પાર્કિંગની જગ્યામાં રિક્ષાઓ ખડકી દેવામાં આવે છે
રાજકોટમાં નવા બનેલા બસસ્ટેન્ડમાં પાર્કિંગની સમસ્યા જાણે અટકવાનું નામ જ લેતું ન હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ બસસ્ટેન્ડમાં પાર્કિંગની જગ્યામાં રીક્ષા ઉભી રાખી દેવામાં આવે છે. જેના થી લોકોને ઘણી મુશ્કેલી ભોગવવી પડે છે. રાહદારીઓ અને મુલાકાતીઓ માટે અવરજવર કરવાં માટે ખૂબ પરેશાની ભોગવવી પડે છે લોકો માટે ફાળવેલી પાર્કિંગની જગ્યા જાણે રીક્ષા એ લઈલીધી હોય તેવું લાગી રહ્યું છે જેનાં લીધે વાહનોને પાર્કિગમાં રાખવામાં ઘણી મુશ્કેલી ભોગવવી પડે છે.