એપસ્ટીન ફાઈલ્સમાં શું હટાવ્યું?-શું છુપાવ્યું? બધું જણાવવું પડશે
95 હજાર ફોટો, બેંક રેકોર્ડ: ભલભલા પાવરફુલ લોકોને રેલો આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન 19 ડિસેમ્બરે જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલી તમામ ફાઈલો જનતા સમક્ષ રજૂ કરશે. આ ફાઈલોમાં હજારો પાનાના દસ્તાવેજો, 95 હજાર તસવીરો અને બેંક રેકોર્ડ્સ ઉપરાંત અનેક પ્રભાવશાળી હસ્તીઓના નામ પણ છે. એપસ્ટીન ફાઈલોના રિલીઝ પછી તે સ્પષ્ટ થઈ શકે છે કે એપસ્ટીને કયા લોકો સાથે મળીને સગીર છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું અને આ બધું કેવી રીતે ચાલતું રહ્યું. લોકો લાંબા સમયથી એપસ્ટીનની આલીશાન જિંદગી, સગીર છોકરીઓના યૌન શોષણ, તસ્કરીના આરોપો અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પ્રખ્યાત હસ્તીઓ અને વિદેશી નેતાઓ સાથેના તેના સંબંધોને લઈને ઉત્સુક રહ્યા છે.
એપસ્ટીન સાથે જોડાયેલું શું-શું પબ્લિક થશે?
- Advertisement -
જેફ્રી એપસ્ટીન સંબંધિત ફાઇલો
એપસ્ટીનની ગર્લફ્રેન્ડ ગિસ્લેન મેક્સવેલ સંબંધિત ફાઇલો
એપસ્ટીનના હવાઈ મુસાફરીના રેકોર્ડ
એપસ્ટીનના 2019માં થયેલા મૃત્યુ સંબંધિત દસ્તાવેજો
એપસ્ટીન સાથે સંકળાયેલા તમામ લોકો કે કંપનીઓના નામ
ફોરેન્સિક રિપોર્ટ્સ
ટ્રમ્પ સરકાર કાયદાકીય છૂટનો લાભ લઈ શકે છે
માહિતી છુપાવતી વખતે સરકારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે કયો ભાગ શા માટે છુપાવવામાં આવ્યો છે. જોકે, ટ્રમ્પના વિરોધીઓનું માનવું છે કે વહીવટીતંત્ર આ અપવાદનો ઉપયોગ કરીને કેટલીક ફાઇલોને રોકી શકે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (ઉઘઉં) એ એપસ્ટીનના સંબંધોને લઈને નવી તપાસ શરૂ કરી છે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, ડેમોક્રેટ પાર્ટીના મોટા દાતા રીડ હોફમેન, અર્થશાસ્ત્રી લેરી સમર્સ અને જેપી મોર્ગન ચેઝ જેવા નામોનો સમાવેશ થાય છે. આ તપાસ એપસ્ટીન સાથે સંકળાયેલા લોકોના સંબંધો પર હોવાથી, સરકાર આ તપાસનો બહાનું બનાવીને તેના પ્રભાવશાળી મિત્રો સાથે સંબંધિત માહિતી છુપાવી શકે છે. ઈગગ અનુસાર, ઋઇઈં ને એપસ્ટીનના મેનહટન સ્થિત ઘરમાંથી હજારો નગ્ન અથવા અર્ધનગ્ન યુવતીઓની તસવીરો મળી હતી. આ તસવીરો સાર્વજનિક નહીં કરાય.
ફાઇલો જાહેર થયા પછી સરકારે શું-શું જણાવવું પડશે?
ફાઇલો જાહેર કર્યા પછી, સરકારે જનતાને કેટલીક બાબતો સ્પષ્ટપણે જણાવવી પડશે. જેમ કે, દસ્તાવેજોમાં કયા ભાગો કાળા કરવામાં આવ્યા છે અને શા માટે આવું કરવામાં આવ્યું છે તે જણાવવું પડશે. તેમજ, કયા પ્રકારની સામગ્રી જનતા સમક્ષ મૂકવામાં આવી હતી અને કયા પ્રકારની સામગ્રી જાહેર કરવામાં આવી ન હતી તે પણ જણાવવું પડશે. આ ઉપરાંત, સરકારે તે તમામ સરકારી અધિકારીઓ અને રાજકીય રીતે પ્રભાવશાળી લોકોની સંપૂર્ણ સૂચિ પણ આપવી પડશે, જેમનું નામ અથવા કોઈપણ પ્રકારનો ઉલ્લેખ આ ફાઇલોમાં આવે છે. આ બધી માહિતી ફાઇલો જાહેર થયાના 15 દિવસની અંદર સાર્વજનિક કરવી જરૂરી રહેશે. છેલ્લા લગભગ 20 વર્ષમાં, એપસ્ટીનના જાતીય ગુનાઓ સંબંધિત હજારો દસ્તાવેજો પહેલાથી જ દીવાની મુકદ્દમાઓ અને માહિતી અધિકાર જેવી માંગણીઓ દ્વારા સામે આવી ચૂક્યા છે.



