આજે સવારમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા એટલે કે, અરુણા ભાટિયાનું નિધન થયું છે.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણ કરી હતી. આવતીકાલે એટલે કે, 9 સપ્ટેમ્બરનાં રોજ અક્ષય કુમારનો 54મો જન્મદિવસ છે, એના એક દિવસ અગાઉ જ તેની માતાનું અવસાન થયું છે.
આપને જણાવી દઈએ કે, અરુણા ભાટિયાએ હીરાનંદાની હોસ્પિટલમાં આજે (8 સપ્ટેમ્બર)ના રોજ સવારે 6થી 7 વાગ્યાની વચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા. અરુણા ભાટિયાને શુગરનો પ્રોબ્લેમ હતો. અક્ષયે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘તેઓ મારો મહત્ત્વનો ભાગ હતાં.
- Advertisement -
She was my core. And today I feel an unbearable pain at the very core of my existence. My maa Smt Aruna Bhatia peacefully left this world today morning and got reunited with my dad in the other world. I respect your prayers as I and my family go through this period. Om Shanti 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) September 8, 2021
- Advertisement -
તેમની વિદાયથી આજે મને અસહનીય દુઃખ થઇ રહ્યું છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારમાં દુનિયાને અલવિદા કહ્યું હતું. તેઓ બીજી દુનિયામાં મારા પિતાની સાથે ચાલ્યાં ગયાં હતા. હું તમારી પ્રાર્થનાનું સન્માન કરું છું. હાલમાં હું તથા મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઓમ શાંતિ.’
શું કહ્યું અક્ષય કુમારે?
આની સાથે જ અક્ષય કુમારે જણાવ્યું હતું કે, ‘મારી મમ્મીની તબિયતની ચિંતા વ્યક્ત કરનાર શુભેચ્છકોનો શબ્દોમાં આભાર માનવો શક્ય નથી. હાલનો સમય મારા તેમજ મારા પરિવાર માટે ખુબ જ મુશ્કેલ સાબિત થયો છે. તમારી એક પ્રાર્થના અમને ખુબ મદદરૂપ થશે.’
Touched beyond words at your concern for my mom’s health. This is a very tough hour for me and my family. Every single prayer of yours would greatly help. 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) September 7, 2021
ICUમાં એડમિટ હતાં:
અક્ષય કુમારનાં માતા હીરાનંદાની હોસ્પિટલના ICUમાં એડમિટ હતાં. તેમની હાલત ખુબ ગંભીર હતી. તબિયત ખરાબ હોવાને કારણે અક્ષય માતાથી દૂર રહી શક્યો નહીં. જેથી તેણે ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો. અરુણા ભાટિયાને શુક્રવાર 3 સપ્ટેમ્બરે એડમિટ કરાયા હતાં.
પરિવારના અતિ આગ્રહથી હોસ્પિટલ દ્વારા સારવારની તમામ માહિતી છુપાવીને રાખવામાં આવી હતી છે. અક્ષય કુમાર 6 સપ્ટેમ્બરે ભારત પરત ફર્યો હતો. અહીં નોંધનીય છે કે, અ ક્ષય કુમાર ડિસેમ્બર માસ સુધીમાં ‘રામ સેતુ’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે.
અહીં નોંધનીય છે કે, આ ફિલ્મનું મુહૂર્ત માર્ચ, વર્ષ 2021માં અયોધ્યામાં કરવામાં આવ્યું હતું. મુંબઈમાં શૂટિંગ પણ થયું હતું. જો કે, ત્યારબાદ કોરોનાની બીજી લહેર આવતાં મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. આની ઉપરાંત અક્ષય કુમાર સહિત સેટ પર 45 લોકોને કોરોના થતાં શૂટિંગ કેન્સલ કરાયું હતું.