ખગોળ વિશ્વમાં આ વીકમાં આકાશમાં એક અદભુત નજારો જોવા મળશે. ચંદ્ર પૃથ્વીથી વધુ નજીક આવશે જેથી ચંદ્ર ખૂબજ તેજસ્વી દેખાશે. આ નજારો ‘સુપર મૂન’ તરીકે ઓળખાય છે, ચંદ્ર મંગળ ગ્રહ જેવો રાતો દેખાશે. આ પહેલા 14 જૂને વટ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની કક્ષામાં ચંદ્ર ધરતીથી નજીક હતો.
સુપર મૂનથી પૃથ્વી પર પડી શકે છે જેના કારણે મહાસાગરમાં નિમ્ન અને ઉચ્ચ મોજાની મોટી શૃંખલા પેદા થઇ શકે છે. સમુદ્રના તટીય વિસ્તારમાં હાઈ ટાઇડ (ઉંચા મોજા ઉછળવા)ની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. આ દિવસે ધરતીથી ચંદ્રનું અંતર ઘટીને 3 લાખ 57 હજાર 64 કિલોમીટર થશે. આ સુપર મૂન આવતીકાલે સાંજે આકાશમાં દક્ષિણ પૂર્વી દિશામાં જોવા મળશે.
- Advertisement -
સુપર મુનને બક મૂન પણ કહેવામાં આવે છે. સમય અને તિથિ અનુસાર 13 જુલાઈએ દેખાનાર વર્ષના આ સમય આસપાસ હરણના માથેથી નીકળતા શીંગડાને કારણે પૂર્ણિમાને ‘બક મૂન’ નામ અપાયું છે. દુનિયાભરમાં તેના નામો-થંડર મૂન, વિર્ટ મૂન છે. બક સુપરમૂન 13 જુલાઈની રાત્રે 12.7 વાગ્યે જોવા મળશે. ત્યારબાદ આવતા વર્ષે 3 જુલાઈ 2023માં સુપરમૂન જોવા મળશે.