દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રાસનમાં પોતાની કરવટ બદલે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થતી રહે છે. આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી, જયઝૂલણી એકાદશી, ડોલ ગ્યારસ એકાદશી વગેરે જેવા કેટલાય નામથી ઓળખાય છે.
પરિવર્તિની એકાદશીનું વ્રત 3 સપ્ટેમ્બરના રોજ મનાવાશે
- Advertisement -
એવું માનવામાં આવે છે કે, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે લગ્નજીવનમાં આવતા અવરોધો પણ દૂર થઈ શકે છે. આ વર્ષે પરિવર્તિની એકાદશીનું વ્રત 3 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. પંચાંગ પ્રમાણે એકાદશી તિથિ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 3:53 વાગ્યે શરૂ થશે અને આ બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ સવારે 4:21 વાગ્યા સુધી રહેશે. 4 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:36 થી 4:07 વાગ્યા દરમિયાન વ્રત સમાપ્ત કરી શકાય છે.
ત્યારે આયુષ્માન યોગ, સૌભાગ્ય યોગ અને રવિ યોગ બને છે
આ સાથે ખાસ વાત એ છે કે, આ વર્ષે આ એકાદશી પર ત્રણ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં આયુષ્માન યોગ, સૌભાગ્ય યોગ અને રવિ યોગ બને છે. આ શુભ સંયોગોને કારણે આ વ્રતનું ફળ અનેકગણું વધી જાય છે. આયુષ્માન યોગ દીર્ધાયુષ્ય અને સારા સ્વાસ્થ્યનો સંકેત આપે છે, સૌભાગ્ય યોગ ઘરમાં સુખ અને શાંતિ લાવે છે અને રવિ યોગ જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે, તેવું માનવામાં આવે છે.
- Advertisement -
ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વિધિ પૂર્ણ કરી સ્વચ્છ કપડાં પહેરીને ઘરના મંદિરને ગંગાજળથી શુદ્ધ કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેમને પીળા ફૂલો, ઋતુગત ફળો, પંચામૃત, તુલસીના પાન અને પીળા વસ્ત્ર અર્પણ કરો. ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. આખો દિવસ મન શાંત રાખો અને ફળાહાર કરો અથવા નિર્જળા ઉપવાસ રાખો. રાત્રે ભગવાનના ભજન અને કીર્તન ગાઓ.
બીજા દિવસે બારસના રોજ સૂર્યોદય પછી ઉપવાસ તોડવો
આ એકાદશી લગ્નમાં આવતા વિઘ્નો માટે ખાસ માનવામાં આવે છે. જીવનમાં ઘણી વાર એવું બને છે કે સારા સંબંધ હોવા છતાં, વાત ક્યાંક અટવાઈ જાય છે. કુંડળીમાં ગુરુ કે શુક્રની સ્થિતિ નબળી હોય છે અથવા કોઈ કારણોસર સંબંધ પાક્કો થતો નથી.
આ પરિવર્તિની એકાદશીનું વ્રત વરદાન સમાન માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કર્યા પછી જો પીળા કપડાં, ચણાની દાળ અને પીળી મીઠાઈ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવામાં આવે તો લગ્નમાં આવતી અડચણો દૂર થવા લાગે છે. જે યુવાનો વારંવાર લગ્નમાં અવરોધોનો સામનો કરે છે, તેઓએ આ ઉપાય ખાસ કરવો જોઈએ.
એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિથી લેવામાં આવેલા નાના ઉપાયોનો પણ મોટો પ્રભાવ પડે છે
પરિવર્તિની એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે, જેનાથી જીવનની અન્ય સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. જેમ કે આ દિવસે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને તેની 5 કે 7 પરિક્રમા કરવામાં આવે તો ઘરમાં સુખ- સમૃદ્ધિ વધે છે.
ભગવાન વિષ્ણુને પીળા કપડાં અને પીળા ફૂલો અર્પણ કરવાથી કારકિર્દીમાં આવતી અડચણો દૂર થાય છે.
સાંજે પીપળાના ઝાડને જળ ચઢાવીને દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને પિતૃદોષનો નાશ થાય છે. જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં અને ફળોનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઘરમાં શાંતિ રહે છે.