માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.
આ વર્ષે 31 મેના રોજ નિર્જળા એકાદશી છે. માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવામાં આવતું નથી, જેથી નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવે છે, જેમાં નિર્જળા એકાદશીને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
- Advertisement -
નિર્જળા એકાદશી પૂજા
નિર્જળા એકાદશીની પૂજામાં અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તુલસી અને શ્રીફળ વગર વિષ્ણુ પૂજા અધૂરી માનવામાં આવે છે. જેમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ તુલસી છે. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રમાં તુલસી વગર એકાદશીની પૂજા અને વ્રતને અધૂરું માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. આ કારણોસર પૂજા અને પ્રસાદમાં તુલસીના પાન રાખવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરી રહ્યા છો, તો ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી જરૂરથી હોવી જોઈએ. એકાદશીના દિવસે સાંજે તુલસીમાં ઘીનો દીવો કરો, જેથી માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
નિર્જળા એકાદશી પૂજા સામગ્રી
ભગવાન વિષ્ણુનો ફોટો અથવા મૂર્તિ, ચોકી, પીળા કપડા, શ્રીફળ, ગંગાજળ, તુલસી, નારિયે, સોપારી, ફળ, પાન, લવિંગ, ધૂપ, દીવો, પીળા ફૂલ, પીળા વસ્ત્ર, કળશ, કેરીના પાન, પંતામૃત (દૂધ, દહીં, ઘી, સાકર અને મધ), કેસર, એલચી, પીળુ ચંદન, પંચમેવો, કંકુ, હળદર, મિઠાઈ તથા અન્ય સામગ્રી.