ફરજ પાલન સાથે જોડિયા દીકરીનું પાલનપોષણ કરે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
કાલે વિશ્વ મહિલા દિવસ હોય મહિલા પી.આઈ. સલમાં સુમરા વિષે બે શબ્દોમાં કહીએ તો ખુબ લડી મર્દાની થી વો તો ઝાંસી વાલી રાનીથી આ પંક્તિ તેઓને લાગુ પડતી હોય તેમ કહી શકાય પોલીસ ખાતામાં નોકરી કરવી અને તે પણ સતત મોટા ગુનેગારો અને બુટલેગરો તથા રાજકારણીઓની શેહ શરમ વગર માત્ર કાયદો અને ફરજ પાલનની ચુસ્તતા વચ્ચે આજના સમયમાં નોકરી કરવી ખુબ જ કઠિન છે આવા સમયમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં ઍક દિકરીનો જન્મ થયેલ તે દીકરી નાનપણથી જ ભણવામાં ખુબ હોશિયાર અને દેશ પ્રેમ ધરાવતી આ દીકરી મોટી થઈ અને પોલીસ ઇન્સપેક્ટર બની ત્યાં સુધીમાં તેમણે જે સંઘર્ષ કર્યો તે જોઈએ હાલ માળીયાહાટીના પોલીસ સ્ટેશન ફરજ બજાવે છે અને બે ખુબજ નાની જુડવા દીકરીઓ સિરત અને સિદ્રા બે દીકરીઓને માતૃપ્રેમ આપવા સમયે એક બાજુ ફરજ અને બીજી બાજુ નાની દીકરીઓ વચ્ચે સુમેળ કરી બન્ને પ્રત્યે વફાદારી નિભાવી રહ્યા છે. તેમના પિતા નિવૃત્ત જમાદાર છે. ત્યારે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસઆઈ તેમનું પોસ્ટિંગ કોડીનાર પોલીસ સ્ટેશન તેમના દાદા નિવૃત્ત જમાદાર તેમના પતિ મંજૂર એસ. ગાહા એડવોકેટ, સલમા સુમરાએ અગાઉ 2016 પહેલા તલાટી મંત્રી તરીકે. કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે તેમજ બેંકમાં. અને ગુજરાત ગવર્મેન્ટ ટીચર આમ એકે સાથે આટલા ઓર્ડર આવેલ હતા તેમાં પીએસઆઇ તરીકે સેવા કરવાનું પસંદ કરેલ.
- Advertisement -
તેઓએ સાવરકુંડલા સ્કૂલમાં શિક્ષિકા તરીકે પણ સફળ કામગીરી કરેલ છે પીએસઆઇ તરીકે તેમનો સિલેક્શન 2016 માં થયેલ છે.પી.એસ.આઇ તરીકે પહેલું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં થયેલ છે.ભાવનગર જિલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે. જેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે જુનાગઢ જિલ્લામાં 2022 માં તેમની બદલી થયેલ છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં અઢી વર્ષ જેટલો સમય તમને ફરજ બજાવે છે ત્યાર બાદ માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવે છે. ત્યારે આ લઘુમતી સમાજની દીકરી સ્વભાવે અતિ ઉદાર અને ફરજમાં એટલાજ કડકાઈનાં ગુણો ધરાવતી અને જેના નામ માત્રથી ગુનેગારો તથા બુટલેગરો પોતાના સ્થાન ફેરવી લ્યે અથવા તો ભૂગર્ભમાં ઉતરી જાય છે તેવા પોલીસ ઇન્સપેક્ટર સલમાં સુમરાને લાખો સલામ.



