જૂનાગઢ સિવીલ હૉસ્પિટલમાં દવા સ્ટોક-તબીબની ઘટ સહિતની ખૂટતી સુવિધાનો ઉકેલ આવશે?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી ખૂટતી સુવિધા બાબતે અનેક સામાજીક અને રાજકીય વ્યક્તિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.જેમાં આ પૂરતા તબીબ, ક્યારેક દવા સ્ટોક બાબતે તો ફરજ પર હાજર નહિ રેહનાર કર્મી તેમજ સફાઈ બાબતે ઘણીવાર ફરિયાદો ઉઠવા પામી છે.એક વાર ધારાસભ્યએ પણ ઓચિંતી મુલાકાત લઈને તમામને ઉધડ઼ા લીધા હતા આવી અનેક સમસ્યાનો શું ઉકેલ આવશે ?
- Advertisement -
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલે આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે જેમાં તા.28 ડિસેમ્બરના રોજ જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ, સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે.આ દરમિયાન મંત્રી હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાની પરિસ્થિતિ, મુખ્ય જરૂરિયાતો, આગામી ડેવલપમેન્ટ પ્લાનની પણ માહિતી મેળવશે.તા. 29 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસ-2024માં પણ ઉપસ્થિત રહેશે.



