જૂનાગઢ મનપા દ્વારા મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં વિકાસલક્ષી કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તથા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની હાજરીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી રૂ.397.78 કરોડના કામોનુ લોકાર્પણ તથા ખાતમુર્હત કાર્યક્રમ સવારે 10 કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
જેમાં શહેરના વોર્ડ નં.8, 9, 10માં વોટર સપ્લાય માટે ડીસ્ટ્રીબ્યુટ અને નેટવર્કની કામગીરી, જોઈન પાઇપલાઇનની કામગીરી, સ્વીમીંગ પૂલ ફેઇઝ-2, મહાનગર પાલિકા જુનાગઢ હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતોનું જી.આઈ.એસ.બેઇઝ મેપિંગ, વિવિધ વિસ્તારમાં સી.સી.રોડ, હેરીટેઝ બિલ્ડીંગ નરસિંહ વિદ્યામંદિરનું રીસ્ટોરેશન, રીપેર અને ડેવલોપમેન્ટની કામગીરી,અમૃત 2.0 અંતર્ગત પાઈપલાઇનની કામગીરી,બોક્ષ કર્લવર્ટ નાખવાની કામગીરી વગેરે મળીને 81 કામો ખાતમુર્હુત રૂ.384.92 કરોડના ખર્ચે તેમજ લોકાર્પણના 10 કામો રૂ.12.86 કરોડના ખર્ચે આમ કુલ 91 કામો રૂ.397.78 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર,ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાશકપક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી,કોર્પોરેટર પુનિતભાઈ શર્મા તેમજ અન્ય વોર્ડના કોર્પોરેરો ઉપસ્થિત રહેનાર છે.