રાજકોટમાં નાનામૌવા સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે અને દિવસભર શહેરમાં નગરચર્યા કર્યા બાદ સાંજે નીજ મંદિરે પરત ફરશે
20 ફૂટ ઉંચા ફૂલોથી સુશોભીત રથમાં જગન્નાથ, બહેન શુભદ્રા અને ભાઇ બલદેવ બિરાજશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
20મી જૂનના અષાઢી બીજના દિવસે રાજકોટમાં કૈલાશધામ આશ્રામ દ્વારા આ વર્ષે સતત 15મી વખત ઇસ્કોન મંદિર દ્વારા 20મી રથયાત્રા નીકળવાની છે. જેમા 20 ફૂટ લાંબા, 12 ફૂટ પહોંળા, શિખર સાથે 20 ફૂટ ઉંચા ફૂલોથી સુશોભીત રથમા ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા અને ભાઈ બલદેવ બિરાજશે.
નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે કૈલાશધામ આશ્રામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનજી ગુરૂ રામ કિશોરદાસજી બાપુના વડપણ હેઠળ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા અને ભાઇ બલદેવના મુખ્ય રથ સાથે શોભાયાત્રા 20મીએ નીકળશે, જેમાં મંગળવારે સવારે 8 વાગ્યે ખોડિયાર મંદિરે સવારે 8 વાગ્યે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સહિતનાના હસ્તે થશે. જે રથયાત્રા મોકાજી સર્કલ, કાલાવડ રોડ, મુખ્યના રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ થઇ ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિરે પહોંચશે. જ્યાં બપોરે 1 વાગ્યે મહાપ્રસાદ બાદ યાત્રા પેલેસે રોડ, કોઠારિયા રોડ, નાનામવા રોડ થઇ નિજ મંદિરે પહોચશે. જ્યાં 200 મણ મગનો પ્રસાદ અપાશે. આ વખતે મામેરું ઈશ્વરભાઈ પરમારના હસ્તે હતું. રથયાત્રામાં ધાર્મિક ફ્લોટસ, બાઇક, કારના કાફલા રહેશે.
કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સહિતનાના હસ્તે પહિન્દ વિધી થશે. રથયાત્રાનું સવારે 8.30 વાગ્યે પ્રસ્થાન થશે. જે રથયાત્રા મોકાજી સર્કલ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ થઇ ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિરે પહોચશે. જ્યાં બપોરે 1 વાગ્યે મહાપ્રસાદ બાદ યાત્રા પેલેસ રોડ, કોઠારિયા રોડ, નાનામવા રોડ થઇ નિજ મંદિરે પહોચશે. જ્યાં 200 મણ મગનો પ્રસાદ અપાશે. આ વખતે મામેરું ઈશ્વરભાઈ પરમારના હસ્તે હતું. રથયાત્રામાં ધાર્મિક ફ્લોટસ, બાઈક, કારના કાફલા સાથેની શોભાયાત્રામાં આ વખતે વૃંદાવનની લાઇવ રાસ મંડળીનું નૃત્ય, ઉજ્જૈનથી ખાસ 22 વ્યક્તિઓનું શિવ તાંડવ ગૃપ આવશે. જે અઘોરી બની પોતાના કરતબ બતાવશે.
- Advertisement -
300 બોડી વોર્ન કેમેરા, 1640 પોલીસ જવાનોનો બંદોબસ્ત
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે, અષાઢી બીજે રાજકોટમાં 8 રથયાત્રા નીકળવાની છે ત્યારે 300 બોડી વોર્ન કેમેરા અને ડ્રોન સાથે 1640 પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે. જેમાં 4 ડીસીપી, 6 એસીપી, 11 પી.આઈ., 48 પી.એસ.આઈ., 12 મહિલા પી.એસ.આઈ., 604 પોલીસ જવાનો, એસઆરપીની બે ટુકડી, હોમગાર્ડ સહિતના ખડેપગે રહેશે.