છઠ્ઠા જાજરમાન સમૂહ લગ્નોત્સવમાં સંતો, મહંતો, સમાજના ઔદ્યોગિક, સામાજિક અગ્રણીઓ, બિલ્ડરો, ડૉકટરો સહિતનાની વિશેષ ઉપસ્થિતિ : દીકરીઓને લાખેણો કરિયાવર આપી સ્વગૃહે વળાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડી દ્વારા આવતીકાલે તારીખ 31ને રવિવારે છઠ્ઠા જાજરમાન સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પિરામિડ તથા ક્રિસ પાર્ટી પ્લોટ, કણકોટ રોડ, પાટીદાર ચોક, ન્યુ 150 ફૂટ રીંગ રોડ મવડી ખાતે આયોજિત આ સમૂહલગ્નમાં લેઉવા પટેલ સમાજની 21 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. રવિવારે બપોરે ત્રણ કલાકે તમામ 21 જાનનું આગમન થશે. બપોરે સાડા ત્રણ કલાકે વાજતે-ગાજતે વરરાજાઓના સામૈયા થશે તેમજ સાંજે 6:15 કલાકે શાસ્ત્રોક્ત વિધિથી હસ્તમેળાપ વિધિ થશે. સાંજે 6:30 કલાકે ભોજન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 9 કલાકે 21 દીકરીઓને સ્વગૃહે વળાવામાં આવશે.
ઉપરોક્ત સમૂહ લગ્નમાં શ્રી શેરનાથ બાપુ (જુનાગઢ), શ્રી વિજયબાપુ (સતાધાર), શંકરગીરીબાબા (જીથરિયા હનુમાન મંદિર – મવડી), હનુમાનદાસ બાપુ (ભાદર ડેમ) સહિતના સંતો મહંતો નવદંપત્તિને સુખી લગ્નજીવનના આશીર્વચન પાઠવશે. વલ્લભભાઈ વીરજીભાઈ મેઘાણીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ સામાજિક સમારંભનું ઉદ્ઘાટન મનસુખભાઈ ઉકાભાઇ સોરઠીયા (રીયલ ગ્રુપ), શૈલેષભાઈ સગપરીયા (લેખક અને વક્તા), ગોરધનભાઈ શિંગાળા (ચેરમેન સરદાર પટેલ સોશિયલ ગ્રુપ- પડધરી) ડો. પી.જે. પીપળીયા (પ્રમુખ સરદાર પટેલ ગ્રુપ-પડધરી), જગજીવનભાઈ રણછોડભાઈ સખીયા (ગોકુલ હોસ્પિટલ), રમેશભાઈ સિધ્ધપુરા (બાલાજી ડેવલપર્સ), ડી. કે સખિયા (પ્રમુખ લેઉવા પટેલ સમાજ હરિદ્વાર) અને વલ્લભભાઈ સતાણી (એરોસ્પેસ)ના વરદ હસ્તે થશે. આ માંગલિક અવસરે ભાનુબેન બાબરીયા (કેબિનેટ મંત્રી) સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા (સાંસદશ્રી રાજ્યસભા), ડો. ભરતભાઈ બોઘરા (ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત), મુકેશભાઈ દોશી (શહેર ભાજપ પ્રમુખ) ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, જયેશભાઈ રાદડિયા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ તથા નયનાબેન પેઢડીયા (મેયર રાજકોટ), લીલુબેન જાદવ (શાસક પક્ષ નેતા), જયેશભાઈ બોઘરા (ચેરમેન મા.યાર્ડ રાજકોટ), ડો. વલ્લભભાઈ કથીરીયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી), પૂર્વ ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા તથા ભુપતભાઈ બોદર (પૂર્વ પ્રમુખ રાજકોટ જિલ્લા પંચાયત), ડો. પ્રદીપ ડવ (પૂર્વ મેયર), વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા તથા મહેશભાઈ પીપળીયા (પ્રમુખ વોર્ડ નં. 11) ખાસ ઉપસ્થિત રહી નવદંપતિઓને સુખી લગ્નજીવનના આશીર્વાદ પાઠવશે.
તમામ 21 દીકરીઓને સોથી વધુ ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે. જેમાં બેડ સેટી, કબાટ, સોનાનું તનમનીયું, ફ્રીજ, મિક્સર, પાનેતર, ટીપાઈ, બ્લેંકેટ, સોનાનો દાણો, સૂટકેસ, ચાંદીનો તુલસી ક્યારો, ખુરશી, સાડી, ડ્રેસ, ચાંદીની ગાય, ચાંદીના સાંકળા, ટોસ્ટર, કુકર, બ્લેન્ડર, ઈસ્ત્રી, બાથરૂમ સેટ તેમજ રસોડામાં વપરાતા સ્ટીલ, ત્રાંબા, પીતળના વાસણો દાતાઓ તરફથી કરિયાવર રૂપે આપવામાં આવશે.
આ સામાજિક આયોજનમાં મવડી ગામના અગ્રણી જ્ઞાતિજનો ખોડાભાઈ લક્ષ્મણભાઈ (પ્રમુખ સોરઠીયા પરિવાર), નવલભાઇ કેશુભાઈ મેઘાણી પ્રમુખ (મેઘાણી પરિવાર), જયેશભાઈ જસમતભાઈ હરસોડા (પ્રમુખ હરસોડા પરિવાર), વિનોદભાઈ તેજાભાઈ સોરઠીયા (કોર્પોરેટર વોર્ડ નં. 11), મગનભાઈ હંસરાજભાઈ સોરઠીયા (કોર્પોરેટર વોર્ડ નં. 12) સહિત મવડી ગામના જ્ઞાતિ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિજયભાઈ ડોબરિયા (પ્રમુખ સદભાવના ટ્રસ્ટ), વિશાલભાઈ રબારી (એ.સી.પી. સાયબર ક્રાઇમ), હંસરાજભાઇ ગજેરા (ટ્રસ્ટી સરદારધામ ટ્રસ્ટ), અગ્રણી ઉધોગપતિઓ ધર્મેશભાઈ ટીલાળા, મૌલેશ ભાઈ ઉકાણી (બાન લેબ), પરસોતમભાઈ કમાણી (ડોક્ટર પંપ), કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પંપ), ભાનુભાઇ ધવા (મામા સાહેબના ભગત પૂજારી), અમૃતભાઈ ગઢિયા (કર્મચારી મંડળ પ્રમુખ) વિનુભાઈ રૈયાણી (સામાજિક અગ્રણી), પોપટભાઈ શિંગાળા (ખોડીયાર ડેરી), કિશોરભાઇ ટીલાળા (શાપર ઇન્ડ. એસો. પ્રમુખ), ડાયાભાઈ અકબરી (પ્રમુખ જય સરદાર ગૌશાળા), પરેશભાઈ ગજેરા (પ્રમુખ બિલ્ડર એસો.), જેન્તીભાઇ સરધારા (પડવલા એસો. પ્રમુખ), વિનુભાઈ ધવા મ(પૂર્વ શાસક પક્ષ નેતા),વી.આર.પટેલ (પી.આઇ તાલુકા પોલીસ સ્ટેશન), મનસુખભાઈ વેકરીયા (સદસ્ય નગર પ્રા. શિક્ષણ સમિતિ), ગોરધનભાઈ લક્કડ (ચેરમેન જય સરદાર ગૌશાળા) સુરેશભાઈ ફળદુ (એડવોકેટ) ડો. મનદીપભાઈ ટીલાળા (ઓરબીટ કાર્ડિયાક સેન્ટર), ડો. અમિતભાઈ હાપાણી (પ્રગતિ હોસ્પિટલ), ડો. પ્રફુલભાઈ કમાણી (વોકહાર્ટ હોસ્પિટલ), ડો..જયેશભાઈ ડોબરીયા (સિનર્જી હોસ્પિટલ), ડો. નરશીભાઈ વેકરીયા (સિનર્જી હોસ્પિટલ) હેમંતભાઈ તળપદા (આર.ડી.સી બેંક) સહિતના અતિથિ વિશેષ આ સમુહલગ્ન ઉપસ્થિત રહેશે.