ટમેટા સહીત શાકભાજીનાં ભાવોમાં કોઈ રાહત મળતી ન હોય તેમ પાટનગર દિલ્હીમાં પ્રતિકિલો કિંમત 259 થઈ હતી અને આવતા દિવસોમાં ભાવ 300 ને આંબી જવાનો સુર વ્યકત કરી રહ્યા છે.
એશીયાની સૌથી મોટી શાકભાજી માર્કેટ એવી દિલ્હીની આઝાદપુર મંડીમાં ટમેટાનો હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂા.170 થી 220 નો રહ્યો હતો. મંડીના કારોબારી સભ્યોએ કહ્યું કે ટમેટા, મરચા તથા અન્ય સીઝનલ શાકભાજીનાં ભાવ ઉંચા હોવા છતાં વેપારીઓ માટે ખોટનો જ ધંધો છે.હોલસેલમાં ભાવ 160 થી વધીને 220 થયો છે. એટલે રીટેઈલ ભાવ વધવાનું નિશ્ર્ચિત છે.
- Advertisement -
બીજી તરફ મધર ડેરીએ સફલ રીટેઈલ સ્ટોર મારફત ટમેટાનો ભાવ રૂા.259 રાખ્યો હતો.ઉત્પાદક મથકોએ ભારે વરસાદને કારણે ઉત્પાદન સપ્લાયમાં અવરોધ સર્જાવાને પગલે ટમેટાના ભાવ કેટલાક વખતથી સતત વધી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભુસ્ખલનથી પરિવહનમાં બાધા સર્જાતા મુશ્કેલી વધી છે. સામાન્ય દિવસો કરતા પરિવહપમાં 6 થી 8 કલાક મોડુ થઈ રહ્યું છે. માલ બગડતો હોય છે.આ સંજોગોમાં ભાવ 300 ને આંબી જાય તો નવાઈ નહિં ગણાય.
ટમેટાની ગુણવતા પણ નબળી છે.જુલાઈનાં વરસાદથી કવોલીટીને અસર છે. દિલ્હીમાં સરકારે રાહત ભાવે ટમેટા વેચવાનું શરૂ કર્યું ત્યારે ભાવ સ્થિર થયા હતા હવે વધવા લાગ્યા છે.