હવે માણો રોજેરોજ સેવ-ટામેટાના શાકની મોજ
બે મહિના બાદ શાકભાજીની આવક વધતા ભાવમાં 40% જેટલો ઘટાડો ઈં ટામેટાનો હોલસેલ ભાવ થઈ ગયો રૂ.55-60 કિલો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની ગૃહિણીઓ માટે ટામેટાને લઇ રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટામેટાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
રીટેલમાં ટામેટાના ભાવ ઘટીને 80 રૂપિયા પ્રતિ કિલો થયા છે. ટામેટાની આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે ટામેટાનો હોલસેલ ભાવ 55-60 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
બે મહિના બાદ ટામેટાના ભાવમાં રાહત જોવા મળી છે. આગામી સપ્તાહે ભાવમાં વધુ ઘટાડો થઇ શકે છે. તેમજ કોથમીર એક તબક્કે હોલસેલમાં રૂ. 20 કિલો મળતી હતી જે આજે રૂ. 12 કિલો વેચાણ થઈ હતી. જયારે રિટેઈલમાં કોથમીર રૂ.20થી 30 કિલો વેચાણ થઈ હતી. જોકે વેપારીના મતે પહેલા જે પ્રમાણે ખરીદી કરવામાં આવતી તે આજે 40 ટકા જ ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત હોલસેલમાં લીલા શાકભાજીના ભાવોમાં રૂ.30 સુધીનો ઘટાડો થયો છે.
પાલક કિલો રૂ.35 અને રિટેઈલમાં રૂ.80, મેથી કિલો રૂ.20 અને રિટેઈલમાં રૂ.50, લીલા મરચા રૂ. 25 કિલો અને રિટેઈલમાં રૂ.55 કિલો. ફુદીનો રૂ.30 કિલો અને રિટેઈલમાં રૂ.50 કિલો થઈ ગયો છે. જયારે રિટેઇલમાં દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.30 સુધીનો ધટાડો થયો છે. જેમાં હોલસેલમાં ભીડા કિલો રૂ.40, ટીડોડા કિલો રૂ.65, તુરીયા કિલો રૂ.55, દેશી કાકડી કિલો રૂ.60,કારેલા કિલો રૂ.45 થઈ ગયો છે.