કેરળ હાઈકોર્ટનો વ્યાપક અસરકર્તા – મહત્વનો ચૂકાદો
ભંગાર રસ્તા ધરાવતા એક હાઈવે પર ટૉલ વસુલીની કાનુની લડતમાં ચુકાદો
- Advertisement -
કોઈપણ જાતનાં અવરોધ વિનાના અને સરળ ટ્રાફિક સુવિધાના રોડ આપવા હાઈવે ઓથોરીટીની જવાબદારી હોવાની સ્પષ્ટ ટકોર
ખાસ-ખબર ન્યૂઝ કોચી, તા.7
રાજકોટ-જેતપુરનાં ખરાબ રસ્તાને કારણે ટૉલટેકસની વસુલાત અટકાવવા લડત ચાલી રહી છે તેવા સમયે કેરળ હાઈકોર્ટે ભંગાર રસ્તાની વાત સ્વીકારીને એક મહિના માટે હાઈવે ટોલ ટેકસની વસુલાત બંધ કરવાનો આદેશ કર્યો છે. આ ચુકાદાની તીવ્ર અસર થઈ શકવાની નેશનલ હાઈવે ઓથોરીટીની દલીલ ફગાવી દીધી હતી.
કેરળ હાઈકોર્ટે રાજયનાં ઈડાયેલી મનુથી હાઈવે પરનાં ટોલનાકાની ટોલ વસુલાત બાદ સપ્તાહ માટે રોકી દેવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, સુરક્ષીત, નિયંત્રીત અને કોઈ વિઘ્ન વિનાના રસ્તા ન હોવા તો લોકોને ટૉલટેકસ ચુકવવાનું કહી ન શકાય. રસ્તા પર ટ્રાફીક વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે નેશનલ હાઈવે ઓથોરીટીની જવાબદારી છે.
- Advertisement -
ઈડાપેલી-મનુથી હાઈવેની ભંગાર હાલત હોવા છતાં ટોલ વસુલાત સામે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. સર્વીસ રોડ ખરાબ હોવા છતા નિર્માણ કાર્ય થતુ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. આ અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટની બેંચે ચુકાદામાં કહ્યું કે, આ હાઈવે પરથી ટોલ ટેકસ વસુલાત એક મહિનો બંધ રાખવા આદેશ કરવામાં આવે છે અને આ સમયગાળામાં વાહન ચાલકોની ચિંતા ફરીયાદોનું નિવારણ કરવા કેન્દ્ર સરકારને તાકીદ કરવામાં આવે છે. હાઈવે પરનો ટ્રાફીક સરળતાથી પસાર થાય તેની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરીટીની જવાબદારી છે તેના દ્વારા જાહેર વિશ્વાસનો ભંગ થાય ત્યારે લોકોને ટોલ ચુકવવાની ફરજ પાડી ન શકાય.
આ કેસમાં હાઈવે ઓથોરીટીએ એવી દલીલ કરી હતી કે, ટોલ ટેકસ વસુલાતનો કોન્ટ્રાકટ અપાયો હોય છે. અને કરાર કાયદા હેઠળ તેના તીવ્ર પ્રત્યાઘાત પડી શકે છે. અદાલતે આ દલીલ ફગાવીને એમ કહ્યું કે, ટોલના બદલામાં અપેક્ષીત સારા રસ્તાની સુવિધા મળી શકતી ન હોય તો ખાનગી કરારને આગળ ધરીને ટોલ વસુલાત ચાલુ રાખવાની દલીલ સ્વીકારી ન શકાય.
અદાલતે એમ પણ ક્હયું કે, હાઈવે ઓથોરીટીએ લોકહીતની અવગણના કરી છે અને લોકોની ફરિયાદોને હળવાશથી લીધી છે. ફેબ્રુઆરી 2025 થી ફરીયાદો થતી હતી. રજુઆતો થઈ હતી. છતાં કોઈ નકકર કામગીરી કરવામાં આવી ન હતી. સરકારના કોઈ વહીવટી માપદંડો ન હોવાની અને આવા મુદ્દે દરમ્યાનગીરી કરવાની તાકીદ કરી હતી.