ક્વાર્ટર ફાઇનલમાં ક્રાઇમ બ્રાન્ચના PI ગોંડલિયાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો
‘ખાસ-ખબર’ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણાહુતિ તરફ
- Advertisement -
‘ખાસ-ખબર’ આયોજિત જીતેન્દ્ર વરૂ મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાલે છેલ્લો દિવસ છે. સેમિફાઇનલ મેચ પણ રમાઇ ગઇ છે. જેમાં બે ટીમ નક્કી થઇ ગઇ છે. હવે આજે અને કાલે છેલ્લો દિવસ ખેલાડીઓ પોતાનું પ્રદર્શન કરશે. રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઇ ત્યારથી આજ દિવસ સુધી રોજ અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો અને અતિથિવિશેષ અને રાજકીય આગેવાનો સહિતના આ મેચ નિહાળવા માટે આવ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરૂ પાડ્યુ હતું. તેમજ શુક્રવારે રમાયેલી મેચમાં પણ રાજકોટીયન્સ સાથે સાથે શહેરના શ્રેષ્ઠી અને અતિથિ મહાનુભાવો જેમાં ભાજપ વોર્ડ નં. 1ના મહામંત્રી પ્રવીણભાઈ સેગલીયા, ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. મેહુલ ગોંડલીયા, એડવોકેટ હિતેષભાઈ મહેતા, જયપાલ ચાવડા, ક્રિપાલ ચાવડા, વિજયસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, યોગરાજસિંહ તલાટીયા, અભીરાજ તલાટીયા, બી. ટી. ગોહીલ, રસિકભાઈ બદ્રકીયા ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ, મનુભાઈ વઘાસીયા, દર્શન ભટ્ટી, રોહિતસિંહ રાજપૂત, પુનમભાઈ પંડીત, રાજુભાઈ જાની, ઉપેન્દ્રસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ધાધલ, મકસુદભાઈ પાનખનીયા, રૂપેશભાઈ જાદવ, રૂપેશભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું પ્રદર્શન નિહાળ્યુ હતું. આ ટુર્નામેન્ટની પૂર્ણાહૂતી 4 મેને રવિવારના એટલે કે કાલે થશે.
‘ખાસ-ખબર’ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો મેગા ફાઇનલ રવિવારે
ક્વાર્ટર ફાઇનલમાં રાજશક્તિ ઇલેવન રીબડા અને એકતા ટીમ વચ્ચે રમાઇ હતી જેમાં એકતા ટીમે ટોસ જીતી બોલીંગ પસંદ કરતા રાજશક્તિ ઇલેવન રીબડા ટીમના ખેલાડી મેદાનમાં ઉતર્યા હતા જે ટીમે 8 વિકેટ ગુમાવી 131 રન ફટકાર્યા હતા. જેની સામે એકતા ટીમના ખેલાડી 6 વિકેટ ગુમાવી 10 ઓવરમાં માત્ર 127 રન જ કરી શકી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ રાજશક્તિ રીબડા 4 રને વિજેતા જાહેર થઇ હતી.
- Advertisement -
ફાઇનલમાં કઇ ટીમ સફળતા મેળવશે અને કઇ ટીમ રનર અપ રહેશે તે રવિવારે નિર્ણય થશે
ક્વાર્ટર ફાઇનલમાં ડીસી જુનાગઢ અને દર્શન રાજકોટની ટીમ વચ્ચે રમાઇ હતી જેમાં દર્શન રાજકોટે ટોસ જીતી બોલીંગ પસંદ કરી હતી અને ડી.સી.જુનાગઢની ટીમના ખેલાડી બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા જે ટીમે 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 106 રન ફટકાર્યા જેની સામે રાજકોટની દર્શન ટીમના 8 ખેલાડી મળી માત્ર 83 રન જ નોંધાવી શકી હતી. આમ ડી.સી.જુનાગઢની ટીમ 23 રને વિજેતા જાહેર થઇ હતી.
સફળ આયોજન માટે દિવસ-રાત જહેમત ઉઠાવનાર: ખાસ ખબર આયોજિત ટુર્નામેન્ટની સર્વત્ર સરાહના થઇ રહી છે. ત્યારે આ આયોજનને સફળ બનાવનાર ખાસ ખબર પરિવારના સભ્યોએ દિવસ-રાત ભારે જહેમત ઉઠાવી છે. જેમાં દીપકભાઈ સાપરીયા, જીણુભા ગોહેલ, લખનભાઈ (એલ કે સ્ટાર), પ્રથમેશભાઈ બગડાઈ, ગીજાભાઈ પરમાર, સમીરભાઈ દોશી, રાજભા પરમાર, રાજુભાઈ કીકાણી, અજયભાઈ પરમાર, કિરીટભાઈ ગોહેલ, સંદીપભાઈ ડોડીયા, સહદેવસિંહ ડોડીયા, ગુલાબસિંહ જાડેજા, મિલનભાઈ ખીરા, તુષારભાઈ રાચ્છ, જયેશભાઈ રાવરાણી, કાર્તિકભાઈ બારડ, જયભાઈ વિઠ્ઠલપરા, કૌશિકભાઈ ગોંડલીયા, અંકિતભાઈ ચાવડા, અકીલભાઈ પાનખણિયા, પીન્ટુભાઇ ચાવડીયા, યશ ચાવડીયા, અક્ષ દાસ સહિતના સભ્યો સત્તત કાર્યરત રહે છે. આ તમામ લોકોની અથાગ મહેનત અને પ્રયાસને લીધે ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન શક્ય બન્યું છે.
આજના સેમી ફાઇનલના મેચ
રાજ શક્તિ રીબડા VS એલ કે સ્ટાર બંગાલી ઇલેવન
DC 11 જુનાગઢ ટત બાલાજી ઇલેવન XI અફઝલ ભાઈ
શુક્રવારના પ્લેયર ઓફ ધ મેચ
આશિકલી – રાજશક્તિ XI રીબડા
અંકિતસિંહ કલ્કી – DC જૂનાગઢ
પ્રદીપ પાટીલ – રાજશક્તિ XI રીબડા
ધનંજય નાઈક – દર્શન રાજકોટ
વિશાલ કુમાર – એકતા
ખાસ-ખબર આયોજીત ટુર્નામેન્ટમાં L.K. સ્ટારનાં લખનભાઇ સોમૈયાનો અનોખો સહયોગ
રાજકોટનાં કરણપરા વિસ્તારમાં એલ.કે. સ્પોટર્સ તથા જે.ડી. ઓપ્ટિકલ શો-રૂમ ધરાવતાં જાણીતા ક્રિકેટપ્રેમી લખનભાઇ સોમૈયાએ ‘ખાસ-ખબર’ આયોજીત જીતેન્દ્ર વરૂ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ સહયોગ આપ્યો છે. લખતભાઇ પોતે જબરા ક્રિકેટપ્રેમી છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છનાં અનેક ટેનિસ ક્રિકેટર્સને રાષ્ટ્રીય કક્ષાનાં સ્ટાર બનાવ્યા છે. તેમની એલ.કે. સ્ટાર ટીમ છેલ્લાં ત્રણ મહિનામાં મુંબઇ, દિલ્હી, બરોડા સહિત પાંચ સ્થળે યોજાયેલી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઇ છે. લખનભાઇ ક્રિકેટને દિલથી પ્રેમ કરે છે અને આખા દેશમાં યોજાતી દરેક મેજર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ ઉતારે છે.