મેષ: મહત્ત્વના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. સારો દિવસ.
વૃષભ: ઉશ્કેરાટમાં આવી જઇને કોઈ કામ કરવું નહી. આકસ્મિક ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય. મધ્યમ દિવસ.
- Advertisement -
મિથુન: જૂની ઉધરાણીના નાણા છૂટા થવાથી રાહત અનુભવો. આપના રૂકાવટ વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે. સારો દિવસ.
કર્ક: કામની સાથે પરિવારના કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે. દોડાદોડ વાળો દિવસ.
સિંહ: દિવસ પસાર થતો જાય તેમ આપને અનુકુળતા થતી જાય. પ્રવાસ, મુલાકાતથી આનંદ રહે. સરવાળે સારો દિવસ.
- Advertisement -
કન્યા: પારિવારીક પ્રશ્ને આપના ચિંતા અનુભવાય. ખર્ચમાં વધારો થાય. વિવાદ તેમજ ગેરસમજથી સંભાળવું પડે.
તુલા: સરકારી કામકાજમાં સાનુકુળતા મળી રહે. સહકારી ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. આર્થિક લાભ દેખાય. સારો દિવસ.
વૃશ્ચિક: સીઝનલ ધંધામાં ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. મધ્યમ દિવસ.
ધન: વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે. મિત્રો દ્વારા લાભ થાય.
મકર: મનની બેચેની રહ્યા કરે. કામકાજમાં મન લાગે નહીં. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.
કુંભ: મિલન, મુલાકાતથી ઉત્સાહ રહે. મિત્રો ના કામ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. સફળતા મળી શકશે.
મીન: કામમાં સાનુકુળતા મળી રહે. મોટા કામનો ઉકેલ આવે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય.