વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે, જે ખૂબ જ ખાસ છે. 3 પ્રકારના સૂર્યગ્રહણ જોવા મળશે, જેને હાઈબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ સૂર્યગ્રહણ લાઈવ અને ઓનલાઈન પણ જોઈ શકાશે.
Timeanddate.com પર પણ સૂર્યગ્રહણ લાઈવ જોઈ શકાશે. વેબસાઈટ અને યૂટ્યૂબ ચેનલ પર આ ગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. આ વેબસાઈટ સૂર્યગ્રહણ જોવા માટે વિશ્વસનીય ઓનલાઈન પ્લેટફોર્મ છે. SCIENCE CENTRE SINGAPORE અને Gravity Discovery Centre & Observatoryની યૂટ્યૂબ ચેનલ અને ફેસબુક પર ગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. ઓનલાઈન ગ્રહણ જોવા માટે આ ચાર વેબસાઈટને વિશ્વસનીય માનવામાં આવે છે.
- Advertisement -
LIVE: Watch a total solar eclipse in Australia with us! We're sharing live telescope views and answering your #AskNASA questions on NASA Science Live. https://t.co/a9z0plAikM
— NASA (@NASA) April 20, 2023
- Advertisement -
સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે?
આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ સૂર્યગ્રહણ કંબોડિયા, ચીન, અમેરિકા, માઈક્રોનેશિયા, મલેશિયા, ફિજી, જાપાન, સમોઆ, સોલોમન, બરૂની, સિંગાપોર, થાઈલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, તાઈવાન, પાપુઆ ન્યૂ ગિની, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ હિંદ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે.
આ વર્ષના સૂર્યગ્રહણને વિશેષ શા માટે માનવામાં આવે છે?
ખગોળ વિજ્ઞાનમાં સૂર્યગ્રહણને હાઈબ્રિડ સૂર્યગ્રહણ માનવામાં આવે છે, જે આંશિક, પૂર્ણ અને કુંડલાકાર સૂર્યગ્રહણનું મિશ્રણ માનવામાં આવે છે. આ સૂર્યગ્રહણ 10 વર્ષે એકવાર જોવા મળે છે. આ સૂર્યગ્રહણ સમયે ચંદ્ર ધરતીથી વધુ દૂર નથી હોતો અને નજીક પણ નથી હોતો, તે સમયે થોડા સમય માટે વલય રિંગ જેવી આકૃતિ બને છે. જેને અગ્નિનો વલય અથવા રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.