ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે શનેશ્ર્વરી અમાસ છે ત્યારે રાજકોટમાં આવેલા વિવિધ શનિદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોય આ દિવસ મહત્ત્વનો છે જેથી ભક્તો શહેરના વિવિધ શનિદેવના અને હનુમાનજીના મંદિરે કાળા તલ અને અડદ ચડાવવા તેમજ પીપળાને પાણી રેડવા અને પ્રદક્ષિણા ફરવા ભક્તોની વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી હતી.