જો કે એવું માનવામાં આવે છે કે એ દિવસે ભગવાન ગણેશની સાચા માંથી પૂજા કરવામાં આવે તેને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. અષાઢ મહિનાની ચતુર્થી 3 જુલાઇના એટલે કે આજે છે.
દર મહિનાની જેમ જ અષાઢ મહિનામાં જે ચતુર્થી તિથી આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જો કે એવું માનવામાં આવે છે કે એ દિવસે ભગવાન ગણેશની સાચા માંથી પૂજા કરવામાં આવે તેને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. અષાઢ મહિનાની ચતુર્થી 3 જુલાઇના એટલે કે આજે છે.
- Advertisement -
હિંદુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ 02 જુલાઈ, શનિવારે બપોરે 03.16 વાગ્યા સુધી રહેશે અને તારીખ 03 જુલાઈ રવિવારની સાંજે 05.06 વાગ્યા સુધી સમાપ્ત થશે. આ દિવસે ગણપતિની પૂજાનું શુભ મુહૂર્ત રાત્રે 11.02 વાગ્યાથી શરૂ થઈને 01.49 વાગ્યા સુધી ચાલશે. આ દિવસે અશુભ સમયમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ. આ દિવસે રાહુકાલનો સમય સાંજે 05:39 થી 07:23 સુધીનો છે.જો કે વિનાયક ચતુર્થી રવિવારે આવી હોવાથી આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. એક રવિ યોગ જે સવારે 5:28 થી 6.30 સુધી અને સિદ્ધિ યોગ બપોરે 12.07 થી આખી રાત ચાલશે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં તમામ કાર્યોમાં સફળતા મળે છે. આ દિવસે શુભ સમય બપોરે 11.57 થી 12.53 સુધીનો છે. માન્યતા છે કે આ દિવસે ગણેશ પૂજા બપોર સુધી પૂર્ણ કરી લેવી જોઈએ. કારણ કે વિનાયક ચતુર્થી પર ચંદ્રના દર્શન અશુભ માનવામાં આવે છે.
- Advertisement -
આ દિવસે સવારે વહેલા ઊઠીને બ્રહ્મ મૂહર્તમાં સ્નાન કરીને ગણેશજીની શુભ મુહૂર્ત પ્રમાણે પૂજા કરો. આ માટે ગણેશજીની બાજોટ પર સ્થાપિત કરીને તેમનો જલાભિષેક કરો. ગેણેશજીને ચંદનનું તિલક લગાવો, વસ્ત્ર, કુમકુમ, ધૂપ, દીવો, લાલ ફૂલ, અક્ષત, સોપારી વગેરે ચઢાવો. આ સાથે જ ॐ गं गणपतये नमः મંત્રનો 27 વખત જાપ કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજામાં ધરોનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ગણેશજીને ધરો ખૂબ જ પ્રિય છે. પૂજા કર્યા પછી ગણેશજીને મોદક અથવા મોતીચુરના લાડુ ચઢાવો. ગણેશ ચાલીસા અને વિનાયક ચતુર્થી વ્રત કથાનો પાઠ કરો. આ રીતે પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.