ખાસ-ખબર સંવાદદાતા
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ જમ્મુ યુનિવર્સિટીના જનરલ જોરાવર સિંહ ઓડિટોરિયમમાં સુરક્ષા કોન્ક્લેવમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે.
જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈનાએ જણાવ્યું કે આ કોન્ક્લેવમાં 1500 વિશેષ લોકોને બોલાવવામાં આવ્યા છે. જેમાં આર્મી ઓફિસર્સ, ડિફેન્સ એક્સપર્ટ, થિંક ટેન્ક અને ડિફેન્સ જર્નાલિસ્ટ સામેલ છે. કાર્યક્રમમાં રક્ષા મંત્રી મોદી સરકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યો વિશે જણાવશે.
- Advertisement -
રક્ષા મંત્રી ત્રિકુટા નગર સ્થિત બીજેપી હેડક્વાર્ટરની પણ મુલાકાત લેશે. અહીં તેઓ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે અને રાજકીય સ્થિતિ પર ચર્ચા કરશે.