ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલમાં શુક્રવારે પંજાબ કિંગ્સ સામે મેદાનમાં ઊતરશે ત્યારે શાનદાર રિધમમાં રહેલા તેના બોલર્સ સામે પંજાબના આક્રમક બેટ્સમેનોની આકરી કસોટી થશે. ટીમના કોમ્બિનેશન અને બેલેન્સને જોતા ગુજરાત અને પંજાબમાં ઘણો ફરક છે. આ મેચ બ્રેબોર્નમાં રમાવાની હોવાથી રનનો ઢગલો થઈ શકે છે. પંજાબે પોતાની પ્રારંભિક ત્રણેય મેચના પાવરપ્લેની ઓવર દરમિયાન આક્રમક બેટિંગ કરીને ઇનિંગની દિશા નક્કી કરી દીધી હતી. શુક્રવારે સાંજે 7:30થી રમાનારી આ મેચમાં સ્ફોટક બેટિંગ કરનાર લિયામ લિવિંગસ્ટોન અને ન્યૂઝીલેન્ડના અનુભવી પેસ બોલર લોકી ફર્ગ્યુસન વચ્ચે રસપ્રદ મુકાબલો થશે. પોતાની સ્પીડ અને એક્સ્ટ્રા બાઉન્સ વડે ફર્ગ્યુસને દિલ્હીના મનદીપસિંહને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. લિવિંગસ્ટોને ચેન્નઇના બોલર્સની એવરેજ બગાડીને 32 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી.
- Advertisement -
ગુજરાત ટાઈટન્સનાં મોહમ્મદ શમી અને ફર્ગ્યુસનની પેસ જોડી સૌથી વધારે સફળ રહી છે. પંજાબના મુખ્ય કોચ અનિલ કુંબલેએ પાવરપ્લેમાં ટીમને અંકુશમાં રાખવા માટે ચોક્કસ રણનીતિ તૈયાર કરવી પડશે.