મહારાષ્ટ્રમાં પણ લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને હવે પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો પર થશે મતદાન, આજે પ્રધાનમંત્રી મોદી કરશે રોડ શો
લોકસભા ચુંટણીને લઈ ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. આ તરફ મહારાષ્ટ્રમાં પણ લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો પર પણ મતદાન થશે. આ તરફ હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મુંબઈમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. જેને લઈ હવે આજે એટલે કે બુધવારના દિવસે PM મોદી મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ મુંબઈમાં રોડ શો કરશે.
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 15 મે અને 17 મેના રોજ ઉમેદવારોના પ્રચાર માટે મુંબઈની મુલાકાત લેશે. આ દરમિયાન મુંબઈમાં ઘણા રસ્તાઓ બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજુ ભુજબળે આ માહિતી આપી છે. આજે એટલે કે બુધવારે 15 મેના રોજ મુંબઈમાં નરેન્દ્ર મોદીના રોડ શોને કારણે મુંબઈનો LBS રૂટ બપોરે 2 થી 10 વાગ્યા સુધી બંધ રહેશે. ઉપરાંત મેઘરાજ જંક્શનથી માહુલ ઘાટકોપર રોડ પરના આરબી કદમ જંક્શન સુધી ઉત્તર અને દક્ષિણ તરફનો ટ્રાફિક બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે 14મી અને 15મીએ સમગ્ર એલબીએસ માર્ગ પર અને એલબીએસ માર્ગને જોડતા મુખ્ય માર્ગથી 100 મીટરના અંતર સુધી નો પાર્કિંગ લાગુ કર્યું છે.
મહત્વનું છે કે, મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો પર પ્રચાર માટે મુંબઈ આવશે અને તેમનો રોડ શો પણ યોજાશે. મોદીનો ઈશાન મુંબઈ રોડ શો 15 મેના રોજ યોજાશે. આ ઉપરાંત 17મીએ મુંબઈમાં તેમની પ્રથમ જાહેર સભા યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ પ્રવાસમાં ઘાટકોપરથી મુલુંડ સુધી રોડ શો કરશે. જ્યાં આઉટગોઇંગ સાંસદ મનોજ કોટકની ટિકિટ કાપીને મિહિર કોટેચાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિહિર કોટેચા ઉદ્ધવ જૂથના ઉમેદવાર સંજય દિના પાટિલ સામે ચૂંટણી લડી રહ્યા છે.
- ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
- વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
- અંધેરી-કુર્લા રોડ
- સાકી વિહાર રોડ
- MIDC સેન્ટ્રલ રોડ
- સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ (SCLR)
- સાયન બાંદ્રા લિંક રોડ
- જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ (JVLR)
આ રસ્તાઓ આજે બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ
- Advertisement -
-ગાંધી નગર જંક્શનથી નૌપાડા જંક્શન સુધીના એલબીએસ રોડ પર
-માહુલ-ઘાટકોપર રોડ પર મેઘરાજ જંક્શનથી આરબી કદમ જંક્શન સુધી
-ઘાટકોપર જંક્શનથી સાકીનાકા જંક્શન સુધી અંધેરી ઘાટકોપર લિંક રોડથી
-હિરાનંદાની કૈલાશ કૉમ્પ્લેક્સ રોડ ગોલીબાર મેદાનથી ગુલાટી પેટ્રોલ પંપ જંકશન
-અને ઘાટકોપર મેટ્રો સ્ટેશન (વેસ્ટ) થી સર્વોદય જંક્શન તરફ