સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતાં ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન
11 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10થી સાંજના 8 વાગ્યા સુધીનો રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંદેશ મુજબ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીસ્વામીએ સ્થાયેલ સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા તા. 22 થી 26 ડિસેમ્બર 2022 સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલ મવડી-કણકોટ રોડ પર ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન કરાયેલ છે. તે પર્વે મહોત્સવ સ્થળ સહજાનંદનગર ખાતે અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શન યોજાનાર છે. પ્રદર્શનનું ઉદઘાટન તા.10 ડિસેમ્બર સાંજે થશે. અપરંપાર આકર્ષણ ધરાવતા અમૃત સાગર પ્રદર્શનનો સમય તા.11 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10થી સાંજના 8 વાગ્યા સુધીનો રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ તરફથી આવતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પ્રદર્શની નિશુલ્ક રહેશે. તેમજ 5 થી 12 વર્ષ સુધીના અન્ય બાળકો માટે શુલ્ક રૂપિયા 30 અને 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતઓ માટે વ્યક્તિદીઠ પ્રવેશ ફી રૂપિયા 50 રહેશે. પ્રદર્શનમાં આવતા લોકોને તા.22 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી યજ્ઞ દર્શન, જળાભિષેક, સત્સંગ કથા શ્રવણ વગેરેનો લાભ મળશે. પ્રવેશતાની સાથે જ 25 ફૂટ ઊંચા સુવર્ણમંડિત કલાકૃત કળશ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય દર્શન થશે. આગળ વિશાળ હરિયાળા બગીચામાં અમૃત મહોત્સવનો મોનોગ્રામ તથા સેલ્ફી પોઈંટ હશે.બાળ લીલા દર્શન દ્વારા 240 વર્ષ પહેલાનું ભગવાન શ્રી સ્વામિનારાયણનું જન્મસ્થાન તેમજ જ્યાં બાળ લીલાઓ કરી હતી. તેવી આધ્યાત્મિક નગરી જેવા પવિત્ર તીર્થ સ્થાનોની પ્રતિકૃતિ સ્વરૂપ છપૈયા અને અયોધ્યા નગરીનું નિર્માણ કરાયું છે. જેમાં જે તે સમયની સંસ્કૃતિને ઉજાગર કરતા પૌરાણિક ગ્રામ્ય સંસ્કૃતિને તરોતાજા કરતા પ્રવેશ દ્વાર, મંદિરો, સરોવરો, મકાનો, ખેતર-વાડીઓ, વૃક્ષ-વેલીઓ, જે તે સમયની રીત ભાતો અને પહેરવેશોના સ્થાપત્યો દ્વારા ભવ્ય ગ્રામ્ય સંસ્કૃતિ દર્શન સાથે ભગવત બાળ લીલાઓનું સ્મરણ કરાવશે. 180 ડિગ્રી મેપિંગ પ્રોજેક્શન લાઈટ એન્ડ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને ભારતીય શાસ્ત્રીય સંગીત નૃત્ય સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના યુવા સ્વરૂપ નીલકંઠવર્ણીની 12,000 કિ.મી.ની રોમાંચક પદયાત્રા તેમજ લીલા ચરિત્ર દર્શન કરાવાશે.
અન્ય વિભાગોનું જુદા- જુદા મહાનુભવોના હસ્તે ઉદ્ધાટન
ગ્લો ગાર્ડનનું ઉદ્ધાટન સંત બિલ્ડર્સના મૂળજીભાઈ ભીમાણી તથા વૃદ્ધાશ્રમ દીકરાનું ઘરના ચેરમેન મુકેશભાઈ દોશી તેમજ ચંદુભાઈ સંતોકી કરશે. 360 ડિગ્રી શોનું ઉદ્ધાટન રાજકોટના ઠાકોર માંધાતાસિંહજી જાડેજા, મનસુખભાઈ પાણ તેમજ રાજનભાઈ વડાલીયાના હસ્તે થશે, બોક્સ મેપિંગ શોનું ઉદ્ધાટન પ્રશાંત કાસ્ટિંગવાળા શંભુભાઈ પરસાણા, મગનભાઈ ભોરણીયા, સરજુ વિદ્ધીફાઈડ, વસંતભાઈ લીંબાસીયા-વૃંદાવન ડેરીવાળા કરશે. જ્યારે છપૈયા ગામનું ઉદ્ધાટન બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીના હસ્તે થશે. નિલકંઠગાથાનું ઉદ્ધાટન મેયર પ્રદિપ ડવ તથા સિદસર ઉમિયાધામ મંદિરના પ્રમુખ જયસુખરામ વાંસળિયા તેમજ ખોડલધામના ટ્રસ્ટી હંસરાજભાઈ ગજેરા કરશે. હિસ્ટ્રી ઓફ ઈન્ડિયાનું અનાવરણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, એપી પટેલ ક્ધયા છાત્રાલય ગોવિંદભાઈ પટેલ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવના હસ્તે થશે.



