– પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 18997 લાભાર્થીઓનો ગૃહપ્રવેશ
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પરિણામો બાદની પ્રથમ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી પહોચતા રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અનુભવો દ્વારા મોદીનું સ્વાગત કરાયા બાદ તેઓ સીધા ગાંધીનગરમાં રાજયના પ્રાથમીક શિક્ષક સંઘના અધિવેશનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મોદીનો આજનો ગુજરાતનો 7 કલાકના ભરચક કાર્યક્રમ છે.
- Advertisement -
તેઓ બાદમાં મહાત્મા ગાંધી મંદિરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશભરના 18997 આવાસોમાં લાભાર્થીઓના ગૃહપ્રવેશ તથા નવા 7110 આવાસોના બાંધકામનું ખાતમુર્હુત કરશે. જેમાં ગુજરાતમાં રાજકોટ નજીક લોધીકા સહિતના ગ્રામીણ આવાસમાં લાભાર્થીને ચાવી સોપવાનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન મોદી બાદમાં બપોરના બે કલાક રાજભવનમાં વિતાવશે જયાં તેઓ રાજયની યોજનાઓ અંગે સમીક્ષા કરશે અને બાદમાં તેઓ ગીફટ સીટીમાં હાલ હાજરી આપી વિવિધ કંપનીઓના વડાઓ સાથે એક બેઠક યોજશે તથા ગીફટ સીટીને વધુ કઈ રીતે આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સીયલ સીટી બનાવી શકાય તે અંગે ચર્ચા કરશે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi participates in Akhil Bhartiya Shiksha Sangh Adhiveshan in Gandhinagar. pic.twitter.com/8EBtqyhjo1
— ANI (@ANI) May 12, 2023
- Advertisement -
સૌથી મહત્વમાં વડાપ્રધાન મોદી બાદમાં તમામ યુનિ.ના કુલપતિઓ સાથે બેઠક યોજશે. જો કે રાજયની સૌરાષ્ટ્ર સહિતની મોટાભાગની યુનિ.માં હાલ ઈન્ચાર્જથી વહીવટ ચાલે પણ આ રીતે યુનિ.ના કુલપતિઓ સાથેની વડાપ્રધાનની બેઠક મહત્વની બની રહેશે તેવા સંકેત છે. વડાપ્રધાન મોદી આ ઉપરાંત રાજભવનમાં ભાજપના ટોચના પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજી શકે છે. વડાપ્રધાન મોદીના આગમનના કારણે અમદાવાદ-ગાંધીનગરમાં જબરો સુરક્ષા બંદોબસ્ત લાદી દેવાયો છે તથા અનેક માર્ગો પરના ટ્રાફિકને ડાઈવર્ટ કરાયા છે.