– નિષ્ણાંતો અનુસાર જેમ વસ્તી વધી તેમ વર્કફોર્સ પણ વધે
હાલ દુનિયાની સૌથી મોટી વસ્તીવાળા દેશ ભારતમાં વસ્તી વૃધ્ધિની ગતિ ધીમેધીમે ઓછી થતી જશે. ઈસવીસન 2063 સુધી વસ્તી વધ્યા બાદ તે ઘટવા લાગશે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ફોર પોપ્યુલેશન સાયન્સનાં ડાયરેકટર પ્રો.કે.એસ.જેમ્સનાં અનુસાર ઈ.સ.2060 થી 2070 ના દાયકામાં આપલે ઝીરો પોપ્યુલેશન લેવલને હાંસલ કરી લઈશુ.
- Advertisement -
આપણે રિપ્લેસમેન્ટ રેશીયો 2:1 નો હશે અર્થાત માતા-પિતાના બે જ બાળકો હશે.જોકે 2 ના બદલે 2 ની પુર્તિ કરશે. 0.1 મોરેટલીટી ડેથ થઈ શકે છે. 2022 માં જાહેર યુનાઈટેડ નેશન પોપ્યુલેશન પ્રોજેકશન અનુસાર વર્ષ 2025 સુધીમાં ભારતની વસ્તી 167 કરોડથી વધુ હશે. જોકે 2063 સુધી 169.69 કરોડ થવાનું અનુમાન છે. જાણકારો અનુસાર દેશમાં લાઈફ એકસ્પેકટન્સી વધી રહી છે. જેથી આપણે વર્ક ફોર્સ પણ વધશે.
વર્કફોર્સમાં મહિલાઓની પણ ભાગીદારી વધશે
ભારતની વધુ વસ્તીનાં ફાયદા પણ છે. છેલ્લા કેટલાક વર્ષોથી વર્કફોર્સનાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પીરિયોડીક લેબર ફોર્સ સર્વે અનુસાર મહિલાઓનું વર્કર પોપ્યુલેશન રેશીયો 2019-20 માં 28.7 ટકા હતો
જે 2020-21 માં વધીને 31.4 ટકા થઈ ગયો અને 2021-22 માં 31.7 ટકા થઈ ગયો. જયારે બધાની કુલ ભાગીદારી પણ 2019-20 માં 53.5 ટકાથી વધીને 2021-22 માં 55.2 ટકા થઈ ગઈ. જાણકારોનાં અનુસાર વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધવાને ફાયદો દેશની ઈકોનોમીને થશે. કુલ વર્કસ પોપ્યુલેશન પણ વર્ષો વર્ષ વધતુ રહે છે.
- Advertisement -



