– વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વખતે રકતદાતા દિવસની થીમ ‘રકત દો, પ્લાઝમાં દો, જીવન શેર કરો’ રાખી
રકતના દરેક ટીપામાં જીવન સમાયેલુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વખતે વિશ્વ રકતદાતા દિવસની થીમ ‘રકત દો, પ્લાઝમાં દો, જીવન શેર કરો’ રાખી છે.ભારતમાં દર વર્ષે માંગની તુલનામાં સરેરાશ 10 લાખ યુનિટ રકતનું સંકટ રહે છે. અમેરીકન રેડક્રોસ અનુસાર લાલ રકત કોશિકાઓ રકતનો એક મુખ્ય ભાગ છે.જે બોનમેરોમાં બને છે.રકતનાં બેથી ત્રણ ટીપામાં 100 કરોડ લાલ રકત કોશીકાઓ હોય છે જે લોહીને લાલ રંગ આપવાની સાથે માનવ જીવનનો મુખ્ય સ્ત્રોત હોય છે. ચક્ર પુરૂ કર્યા બાદ શરીરમાં તેનું નિર્માણ નિયમીત થાય છે.
- Advertisement -
વર્ષે 10 લાખ યુનિટ રકતની અછત: અમેરીકાનાં નેશનલ સેન્ટર ફોટ બાયો ટેકનોલોજી ઈન્ફર્મેશન (એનસીબીઆઈ)દ્વારા વર્ષ 2022 માં કરવામાં આવેલા સંશોધન અનુસાર ભારતમાં દર વર્ષે 1.46 કરોડ યુનિટ રકતની જરૂર રહે છે.માંગની તુલનામાં દર વર્ષે સરેરાશ 10 લાખ યુનિટ રકતની અછત રહે છે. ડબલ્યુએચઓનુ ધોરણ છે કે દેશની એક ટકો વસ્તી નિયમીત રકતદાન કરે તો રકતની જરૂરીયાત સરળતાથી પૂરી કરી શકાય છે.તેમ છતાં આમ થતુ નથી જોવા મળતુ.અમીર દેશોનાં લોકો
રકતદાનમાં આગળ: ડબલ્યુએચઓના અનુસાર દુનિયાભરમાં વાર્ષિક 11850 કરોડ યુનિટ રકતદાન થાય છે તેમાં 40 ટકા રકતદાન ઉચ્ચ આવકવાળા દેશોમાંથી થાય છે. આ જળ દેશોમાં દુનિયાની 16 ટકા વસ્તી રહે છે. ઓછી આવકવાળા દેશોમાં 54 ટકા બ્લડ ટ્રાન્સફયુઝમ પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં થાય છે. જયારે અમીર દેશોમાં સૌથી વધુ રકત 60 વર્ષની વધુ વયના લોકોને ચડાવવામાં આવે છે. અહી વરિષ્ઠ લોકોમાં બ્લડ ટ્રાન્સફયુઝનનો દર સૌથી વધુ 70 ટકા છે.
સંબંધીઓ પર આધાર: સંપન્ન દેશોમાં દર હજારની વસ્તીએ રકતદાનનો દર 31 છે. મધ્યમ આવકવાળા દેશોમાં 16, ઓછી મધ્યમ આવકવાળા દેશોમાં 6 અને ઓછી આવકવાળા દેશોમાં દર 5 નો છે. વર્ષ 2008 થી 2018 દરમ્યાન 1.07 કરોડ સ્વૈચ્છીક રકતદાતા વધ્યા છે. 79 દેશ 90 ટકા રકત સ્વૈચ્છીક રકતદાતાઓ પાસેથી લઈ શકે છે. જયારે 54 દેશ જરૂરીયાતનું રકત 50 ટકા દર્દીનાં સંબંધીઓ પાસેથી લે છે.
- Advertisement -
33 ટકા રકતદાતા મહિલાઓ: ડબલ્યુએચઓ અનુસાર દુનિયાભરમાં થતા રકતદાનમાં 33 ટકા રકતદાન મહિલાઓ કરે છે.રકતદાન સંબંધી જાણકારી આપનારા દુનિયાનાં 113 દેશોમાંથી 15 દેશોમાં મહિલા રકતદાતાઓની સંખ્યા માત્ર 10 ટકા છે. દુનિયાનાં 128 દેશોમાં રકતના ઉપયોગ માટે રાષ્ટ્રીય સ્તરે દિશા નિર્દેશ છે.તેમાં 32 આફ્રિકી 23 અમેરીકી, 35 યુરોપીય અને દક્ષિણ પૂર્વ એશીયાનાં 9 દેશો છે.
રકતનું જીવન ચક્ર: રકતનું 35 દિવસ, આરસીબીનું 42 દિવસ, પ્લેટલેટસનું 5 દિવસ અને પ્લાઝમાનું 12 મહિના જીવનચક્ર હોય છે.માણસના શરીરની અંદર 5 લીટર રકત હોય છે. શરીરનું 7 ટકા વજન રકતથી તૈયાર થાય છે.