મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશીને મોક્ષ પ્રાપ્તિનો દિવસ પણ કહેવામાં આવે છે.
આજે મોક્ષદા અગિયારસ છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદ ગીતામાં જણાવવામાં આવ્યો છે. શ્રીમદ ભગવદ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેની ઉત્પત્તિ શ્રીકૃષ્ણના મુખેથી થઈ છે. આ કારણોસર દર વર્ષે ગીતા જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે. સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશીને મોક્ષ પ્રાપ્તિનો દિવસ પણ કહેવામાં આવે છે.
- Advertisement -
મોક્ષદા એકાદશી પૂજા વિધિ
મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને વ્રતનો સંકલ્પ લો. આ દિવસે બાજઠ પર પીળુ કપડું પાથરો અને ભગવાન વિષ્ણુ તથા કૃષ્ણ ભગવાનની સ્થાપના કરો. લાલ અથવા પીળા કપડામાં લપેટીને ગીતાની સ્થાપના કરો. ફળ, મિઠાઈ અને પંચામૃત અર્પણ કરો. શ્રીકૃષ્ણના મંત્રનો જાપ કરો અને ઈચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરો.
મોક્ષદા એકાદશી મુહૂર્ત
મોક્ષદા એકાદશી પ્રારંભ- આજે સવારે 08:16 વાગ્યે
મોક્ષદા એકાદશી સમાપ્તિ- 23 ડિસેમ્બરે સવારે 07:11 વાગ્યે
મોક્ષદા એકાદશી પારણા- બપોરે 01:22 વાગ્યાથી બપોરે 03:26 વાગ્યા સુધી
- Advertisement -
મોક્ષદા એકાદશી ઉપાય
મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળી વસ્તુઓનું દાન કરો. બ્રાહ્મણને પીળા વસ્ત્ર દાન કરવાથી લાભ થશે અને ઈચ્છાપૂર્તિ થશે.
મોક્ષદા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ પર જળ અર્પણ કરો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, જેથી દેવાથી મુક્તિ મળે છે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે.
મોક્ષદા એકાદશી મહત્ત્વ
મોક્ષદા એકાદશીને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની તુલસીની મંજરૂ, ધૂપ દીપ, નૈવેદ્યથી પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે.
વ્રત અને પૂજા કરવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે.



